Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
કુંકાવાવ-વડીયા પંથકના સનાળી મુકામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વડીયામાં રૂ. ૧.૧૮ કરોડના ખર્ચે પી.જી.વી.સી.એલની આધુનિક પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી  કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વડીયામાં રૂ. ૧.૧૮ કરોડના ખર્ચે પી.જી.વી.સી.એલની આધુનિક પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આજરોજ ગુજરાત સરકારના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના વડીયા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની નવીન આધુનિક પેટા વિભાગીય કચેરીના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૭ની જૂની અને જર્જર...

આજરોજ ગુજરાત સરકારના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના વડીયા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની નવીન આધુનિક પેટા વિભાગીય કચેરીના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૭ની જૂની અને જર્જરિત કચેરીના સ્થાને હવે જનસુવિધાને વેગ આપવા માટે આ નવીન વહીવટી માળખાનું નવનિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. વિકાસની આ નવી પહેલ અંતર્ગત વડીયા ખાતે અંદાજે રૂ. ૧.૧૮ કરોડની રકમના માતબર ખર્ચે તમામ આધુનિક સવલતોથી સજ્જ નવીન કચેરીનું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધા કાર્યરત થવાથી સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ વધુ સુદ્રઢ બનશે. વડીયા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને પોતાના વીજળીને લગતા વહીવટી કાર્યો માટે હવે વધુ સાનુકૂળ અને પ્રગતિશીલ વાતાવરણ ઉપલબ્ધ બનશે, જે સરકારની પારદર્શક અને ઝડપી કાર્યશૈલીને પ્રદર્શિત કરે છે.

 

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, આ નવીન પેટા વિભાગીય કચેરીના નિર્માણથી વડીયા વિસ્તારના અંદાજે ૧૯થી વધુ ગામોના ૧૮,૮૦૦ જેટલા વીજ ગ્રાહકોને સીધો મોટો લાભ મળશે. આધુનિક સુવિધાઓ ધરાવતી આ નવી કચેરીના માધ્યમથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ આવશે તેમજ ઉત્તમ અને સાતત્યપૂર્ણ વીજસેવાઓ સુનિશ્ચિત કરી શકાશે, જે સમગ્ર પંથકના સર્વાંગી વિકાસ અને જનસેવાના નવા સોપાન સમાન સાબિત થશે.

 

વડીયા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની નવીન આધુનિક પેટા વિભાગીય કચેરીના નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે જીલ્લા પંચાયત હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત હોદ્દેદાર શ્રી તુષારભાઈ ગણાત્રા, શ્રી હરેશભાઈ રાદડીયા, શ્રી નયનભાઈ ચૌહાણ, શ્રી રમણીકભાઈ પાઘડાળ,અન્ય અગ્રણી શ્રી શૈલેષભાઈ ઠુંમર, શ્રી રવજીભાઈ ચુડાસમા, શ્રી પ્રતિકભાઈ હરખાણી, શ્રી પથ્થુભાઈ મોગલ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, વડીયા પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરીના ઉચ્ચ અધિકારી શ્રી એ.એસ ચૌધરી, શ્રી સી.સી.ડામોર અને અન્ય કર્મચારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)