Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

દિવાળી પર્વ નિમિત્તે રાજ્યના ૧૪૩ પાત્રતા ધરાવતા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

દિવાળી પર્વ નિમિત્તે રાજ્યના ૧૪૩ પાત્રતા ધરાવતા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

રાજ્ય સરકારની કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા ૧૪૩ કેદીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.


રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી પ્રતિવર્ષ દિવાળીના તહેવાર નિમિત્તે કેદીઓને ૧૫ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવે છે. આ નીતિ અન્વયે પાત્રતા ધરાવતા મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પાત્રતા ધરાવતા પુરુષ કેદીઓ પોતાના પરિવારજનો સાથે ખુશાલીથી દિવાળી ઉજવી શકે તે હેતુથી આ લાભ આપવામાં આવે છે.


આ વર્ષે રાજ્ય સરકારની મંજૂરી અન્વયે પાત્રતા ધરાવતા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ૧૦૩ પુરુષ કેદીઓ અને ૪૦ મહિલા કેદીઓ મળી કુલ ૧૪૩ કેદીઓને ધનતેરસના દિવસથી, એટલે કે તા. ૦૬/૧૧/૨૦૨૬થી ૧૫ દિવસ માટે દિવાળી પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે.


જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના નિયમો અનુસાર ગંભીર ગુનાના કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી. જેમાં ખાસ કરીને હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તેવા કેદીઓ, એન.આર.આઈ. કેદીઓ તથા અન્ય રાજ્યના વતની હોય તેવા કેદીઓ, NDPS એક્ટ, ટાડા તેમજ પોટા હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા રાજ્યના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ, એક કરતાં વધુ ગુનાઓમાં સજા પામેલા કેદીઓ, બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી કે નાણાં પડાવવા જેવા ગંભીર અને સમાજવિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ અને જેમના પર પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરવામાં 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)