અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ‘ઓઢા બાપુનું સમઢીયાળા’ કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામના સરપંચશ્રીગ્રામ પંચાયત કચેરી દ્વારા ગામનું નામ બદલી અને  ઓઢા બાપુનું સમઢીયાળા‘ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. આઝાદી પહેલા આ ગામનું નામ ગામના સ્થાપક અને રાજવી ઓઢા બાપુના સમઢીયાળા તરીકે ઓળખાતું હતું.

આ અંગે માંગણીના અનુસંધાને સામાન્ય વહીવટ વિભાગગાંધીનગર દ્વારા તા.૧.૦૬.૨૦૨૬ના ઠરાવથી ખાંભા તાલુકાના મોટા સમઢીયાળાને ઓઢા બાપુનું સમઢીયાળા‘ તરીકે મંજૂરીઆપી છે અને જરૂરી રેકર્ડમાં સુધારો કરવા માટે જણાવ્યું હતું. જેથી ઉપરોક્ત ઠરાવની તારીખથી રેકર્ડમાં જરૂરી સુધારા કરી અને મોટા સમઢીયાળા ઓઢા બાપુનું સમઢીયાળા‘ તરીકે ઓળખાશે તેમ જિલ્લા કલેક્ટરશ્રીની એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts