ભાવનગર

વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે રેડક્રોસ ભાવનગર દ્વારા અલંગ ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

રેડક્રોસ હોસ્પિટલ અલંગ ના સ્ટાફ અને સ્વંયસેવકો એ જોડાઈ ને નો પ્લાસ્ટિક અને પર્યાવરણ ની રક્ષા દ્વારા

પૃથ્વી ને સુરક્ષિત રાખવા માટે સંદેશો અપાયો

૦૦૦૦૦૦

માહિતી બ્યુરો, ભાવનગર
વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ રેડક્રોસ હોસ્પિટલ ના બન્ને
વિભાગો ના સ્ટાફ અને સ્વંયસેવકો દ્વારા હોસ્પિટલ અને આસપાસ ના વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ અને પ્લાસ્ટિક
મુક્ત પૃથ્વી નો સંદેશો આપવા માટે વેસ્ટ પ્લાસ્ટિક કલેક્શન નું અભિયાન કરવા માં આવ્યું હતું કુદરતી સંપત્તિ ના
સંરક્ષણ દ્વારા પૃથ્વી નું જતન કરવા નો સંદેશ આપી ને આ આદતો ને નિયમિત અપનાવવા માટે લોકો ને અપીલ
કરી હતી આ આયોજન માં રેડક્રોસ સંચાલિત હોસ્પિટલ ના સ્ટાફ અને સ્વંયસેવકો એ જોડાઈ ને હોસ્પિટલ આસપાસ
ના વિસ્તારમાં સફાઈ અભિયાન કર્યું હતું. આ કાર્યક્રમ માં જીએમબી નો સહકાર સાંપડ્યો હતો.

Related Posts