રાષ્ટ્રીય

ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય : રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે

શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે શ્રી મોરારિબાપુએ ‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી, તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું.

ઓશો સ્થાન જબલપુરમાં ચાલતી રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ દરમિયાન ઓશો જન્મજયંતિ સાથે શ્રી મોરારિબાપુએ ઓશો અનુયાયીઓને ‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી કુછવાડા ગામ માટે પણ સહયોગ આપવા ભાર પૂર્વક જણાવ્યું. શ્રી મોરારિબાપુએ આ સ્થાનની દર્શન મુલાકાત લઈ અહીંની સ્થિતિ સંદર્ભે આ અનુરોધ વ્યક્ત કરેલ.

ક્થાગાન સાથે જ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુ તરફથી તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું. આ સાથે જ ઓશો અનુયાયીઓ અને રામકથા પ્રેમી દાતાઓ તરફથી આ સ્થાન ગામ માટે દાન સહયોગ શરૂ થયેલ છે. અહીંયા જરૂરિયાતમંદોને શૌચાલય, સૂર્યઉર્જા સાથેનાં આવાસ અને ગ્રામવિકાસ માટે કામગીરી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, શ્રી મોરારિબાપુ કથા કે અન્ય ઉપક્રમોમાં સામાજિક જાગૃતિ સાથે જે તે કાર્યમાં તુલસીપત્ર રૂપે પ્રથમ સહયોગી બનતા રહે છે. આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ કે સનાતન ધર્મસ્થાન સંવર્ધનમાં શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સહયોગ પ્રાપ્ત થાય જ છે.

Related Posts