અમરેલી

સાવરકુંડલા પાલિકાની વરણીમાં ભડકો: પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર થતાં જ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમે

​અનુભવની ઉપેક્ષા થઈ ને                         સત્તાની વહેંચણી થઈ ગઈ,

ઘરના જ દીવાઓથી આજે                          આખી સભા સળગી ગઈ.

​વિકાસના આ આકાશમાં 

જો જો પાયા ન નબળા પડે,

કે બિનઅનુભવી પાંખોથી    

આજે આખી ઉડાન બદલાઈ ગઈ.

–“પાંધી સર”

સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થતાંની સાથે જ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. પાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા ભારતીય જનતા પક્ષમાં આ વરણી બાદ આંતરિક જૂથવાદ અને અસંતોષ સપાટી પર આવ્યો છે. શાસક પક્ષના જ મહિલા સદસ્યો નારાજ થઈને ચાલુ જનરલ સભા છોડીને નીકળી જતાં પાલિકાના રાજકારણમાં ભડકો થયો છે.

​નગરપાલિકાની જનરલ સભામાં સર્વાનુમતે અને પક્ષની સુચના મુજબ નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી:

​પ્રમુખ: નયનાબેન કાપડિયા

​ઉપ પ્રમુખ: નૂતનબેન તન્ના

​કારોબારી ચેરમેન: જીગ્નેશભાઈ ટાંક

​શાસકપક્ષના નેતા: દિનેશભાઈ રાઠોડ

​દંડક: અરવિંદભાઈ મેવાડા

​​સાવરકુંડલા નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ભારતીય જનતા પક્ષ (BJP) પાસે ૨૫ બેઠકોનું સ્પષ્ટ બહુમતીનું સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે ૧૧ બેઠકો છે. આમ છતાં, વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભાજપની બે મહિલા સદસ્યો નારાજગી વ્યક્ત કરી ચાલુ સભામાંથી વોકઆઉટ કરી ગયા હતા. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા અનુભવી અને નિષ્ઠાવાન કાર્યકરોની ઉપેક્ષા કરીને બિનઅનુભવી ચેહરાઓને અગ્રતા આપવામાં આવતા આ અસંતોષ ફાટી નીકળ્યો છે.

​વૈશ્વિક સંકટ અને અનુભવી નેતાગીરીની જરૂરિયાત

​આજે જ્યારે વૈશ્વિક આર્થિક સંકટના સમયે ભારતીય અર્થતંત્રને મજબૂતીથી સંભાળવાનું હોય અને સ્થાનિક સ્તરે વિકાસના મોટા પ્રોજેક્ટો માટે ખૂબ મનોમંથન કરીને આગળ વધવાનું હોય, ત્યારે અનુભવી અને ઘડાયેલી નેતાગીરી વધુ કાર્યક્ષમ સાબિત થતી હોય છે. આવા મહત્વના તબક્કે વહીવટી અનુભવની અવગણના પક્ષ અને શહેરના વિકાસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે.

​હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક જૂથવાદને શાંત પાડવામાં કેટલું સફળ થાય છે

Related Posts