fbpx
બોલિવૂડ

પાકિસ્તાની સિંગર આતિફ અસલમને મળ્યો હની સિંહ, ફોટો શેર કરીને લખ્યું- ‘બોર્ડરલેસ બ્રધર્સ’

સિંગર હની સિંહના ચાહકો ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. લોકો તેના અવાજ અને તેના ગીતોના દીવાના છે. ઘણાં સમય બાદ હની સિંહે પુનરાગમન કર્યું છે. ત્યારે તેના ચાહકો ઈચ્છે છે કે તે તેની જૂની શૈલીમાં કેટલાક નવા રેપ ગીતો ગાય. હની સિંહે અગાઉ અનેક સિંગર સાથે મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યા છે. આ દરમિયાન હની સિંહે પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક આતિફ અસલમ સાથેની એક પોસ્ટ શેર કરી છે. જેણે તેના ચાહકોના મનમાં ઉત્સાહ વધારી દીધો છે. હની સિંહે પાકિસ્તાની સિંગર આતિફ અસલમે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. આ તસવીરમાં બંને સિંગર્સ સાથે જાેવા મળી રહ્યા છે. હની સિંહે આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બોર્ડરલેસ બ્રધર્સ!! માર્ચ બોર્ન બ્રધર્સ.’ હવે આ તસવીર પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં ચાહકો મ્યુઝિક વીડિયોમાં બંને સિંગર્સ સાથે જાેવા મળી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘જ્યારે એક લિજેન્ડ બીજા લિજેન્ડને મળ્યો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જ્યારે મેલોડી જીનિયસ અને રેપ જીનિયસ એક સાથે મળી જાય.’ કેટલાક ચાહકો એવું પણ કહી રહ્યા છે કે બંને સિંગર્સ એક સાથે ગીત લઈને આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘હવે આ કોલોબ્રેશન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે

Follow Me:

Related Posts