ઉઉપદેશ આપવો છે સહેલો
આખી દુનિયાને અહીં,
પણ અમલ કરવામાં પોતાનો
જ પાયો કાચો છે.
જનતા રઝળે રસ્તે ને
બસો સભામાં રોકાયેલી,
આ કેવો કરકસરનો ખેલ,
અને કેવો તમાશો છે!
–“પાંધી સર”
તાજેતરમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝ પ્લેટફોર્મ પર વહેતા થયેલા સમાચાર મુજબ, દેશમાં આર્થિક કટોકટીના સંકેતો વચ્ચે પ્રધાનમંત્રીએ જનતાને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરી છે. પરંતુ આ અપીલની બીજી બાજુ આજે અમરેલીમાં જોવા મળી હતી. એક તરફ ઈંધણ બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રીની સભા માટે અમરેલી ડિવિઝનની કુલ ૧૧૮ રૂટની એસ.ટી. બસો સોમનાથ જવા માટે ફાળવાતાં સામાન્ય જનતાને ભારે હાડમારી વેઠવી પડી હતી.
પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બસની રાહ જોઈ રહેલા અનેક મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને સાવરકુંડલા ડેપો મેનેજર નથવાણી સાહેબ સાથે વાતચીત થતાં તેમણે સાવરકુંડલા એસ ટી ડેપોની કુલ ૩૬ બસો સોમનાથ જવા માટે ફાળવાતા મોટાભાગના લોકલ રૂટો કેન્સલ થયાં હતાં ગારિયાધાર તરફ જતાં લોકલ રૂટો તેમજ ભાવનગર જતા રૂટોની બસો કેન્સલ થતાં અચાનક સજીધજીને આવતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડેલ. કોઈ નાના બાળકો સાથે તેમજ માલસામાન લઈને આવતાં મુસાફરોની સ્થિતિ દયનીય જોવા મળી હતી.કોઈ શુભ પ્રસંગે તો કોઈ ઈમરજન્સી સારવાર માટે પણ મુસાફરી કરતા લોકોને જબરજસ્તી ખાનગી વાહનોવાળા વાહનોમાં વધુ ભાવ ચૂકવી મુસાફરી કરવી પડી હતી.એમાં પણ સાવરકુંડલા એસ. ટી. ડેપોનું રીનોવેશન ચાલે છે એટલે પ્લેટફોર્મ પર આવતી બસો પણ ક્યારે ક્યાં મૂકાશે એ નિશ્ર્ચિત નથી રડીખડી આવતી બસોમા પણ એટલી ગિરદી હતી કે અનેક મુસાફરો બસમાં ચડી શકતા ન હતાં. આવી પરિસ્થિતિમાં સાવરકુંડલાના બુદ્ધિજીવીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું કરકસરના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? જો વહીવટી તંત્ર જ લાખો લિટર ઈંધણનો વપરાશ કરીને ભીડ એકઠી કરવામાં વ્યસ્ત હોય, તો પ્રધાનમંત્રીની આ અપીલ કેટલી સાર્થક ગણાય? જનતાના ટેક્સના પૈસે ચાલતી પરિવહન સેવાને રાજકીય કાર્યક્રમોમાં જોતરી દેતા, સામાન્ય માણસના ‘આવશ્યક’ કાર્યો અટકી પડ્યા છે. આ કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આવી પરિસ્થિતિ જોઈને સોમનાથમાં બિરાજિત ભોળાનાથ મહાદેવને કેવી ફિલીંગ થતી હશે??
તંત્રના આ વલણ વિશે તમારું વધુ શું મંતવ્ય છે?પદેશ આપવો છે સહેલો

તંત્રના આ વલણ વિશે તમારું વધુ શું મંતવ્ય છે?

Recent Comments