ગુજરાત

દાહોદ અને મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે યોજાઈ જન આક્રોશ સભા

*ભારતનું ચૂંટણી પણ એ ભાજપનું એક અગ્રીમ સંગઠન બની ગયું છે અને આ ચૂંટણીપંચ રહેતા નિષ્પક્ષ ચૂંટણી થાય એ શક્ય નથી : શ્રી મુકુલ વાસનીક*

*મરેલા લોકોના નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવે છે અને જીવતા લોકોના નામ નીકાળી દેવામાં આવે છે : શ્રી મુકુલ વાસનીક*

*સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની કંઈક એવી દુખતી નસ બચુભાઈ ખાબડ પાસે છે કે જેનાથી આજદિન સુધી એમને મંત્રી પદેથી દૂર કરતા નથી : શ્રી અમિતભાઈ ચાવડા*

*દાહોદ મનરેગા કૌભાંડ નલ સે જલ યોજના કૌભાંડ ડુપ્લિકેટ કચેરી, ખોટા NA ના ઓર્ડર અને છેલ્લે વીજચોરી બધામાં ભાજપના નેતાઓ સામેલ : શ્રી અમિતભાઈ ચાવડા*

*ભાજપે વોટચોરી કરીને કોંગ્રેસના ધારાસભ્યોને હરાવવાનું કામ કર્યું છે : ડૉ. તુષારભાઈ ચૌધરી*

જનતાના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં યોજાઈ રહેલી “જન આક્રોશ સભા” અંતર્ગત આજે દાહોદ અને મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં ભવ્ય જનસભા યોજાઈ

દાહોદ અને મહીસાગર જિલ્લામાં યોજાયેલ જન આક્રોશ સભામાં સ્થાનિક પ્રશ્નોને લઈને જનતાએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો દાહોદ જિલ્લામાં મનરેગા, ગ્રામ વિકાસ અને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે ગરીબ અને આદિવાસી લોકોના હક્કનું નુકસાન થઈ રહ્યું છે. પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓની આજે પણ ઘણા વિસ્તારોમાં અછત છે. મહીસાગર જિલ્લામાં “નલ સે જલ” યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ગ્રામજનોને પૂરતું પાણી મળતું નથી, અનેક કામો માત્ર કાગળ પર પૂરાં બતાવીને કરોડો રૂપિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ખેડૂતો સિંચાઈના અભાવે ત્રસ્ત છે, યુવાનોને રોજગાર નથી મળતો અને આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે જેના કારણે સમગ્ર જિલ્લામાં લોકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે.

આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ જણાવ્યું ભાજપે વોટચોરી કરીને કોંગ્રેસના ધારાસભ્યોને હરાવવાનું કામ કર્યું છે અને વોટ ચોરીને અટકાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ વોટ ચોર ગાદી છોડ સહી ઝૂંબેશ અને મિસ કોલ અભિયાનની શરુઆત કરી છે વધુમાં તેમને કાર્યકર્તાઓને અપીલ કરી કે તમારા વિસ્તારમાં વોટચોરી ન થાય એનું ધ્યાન રાખવાનું છે અને લોકોની વચ્ચે જઈને બુથ દીઠ 100 સહી કરવવાની છે વધુમાં આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવારોને જીતાડવા હાકલ કરી અને કહ્યું કે તમને અમારો પૂરો સપોર્ટ છે અમે ભલે વિધાનસભામાં બહાર છીએ પણ 162ને ભારી પડીએ એવી તાકાતથી લઈએ છીએ અને લડત રહીશુ.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનીકે જણાવ્યું કે થોડા સમય અગાઉ રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ અને દુનિયા સામે ભારતમાં કઈ રીતે મતદારયાદીઓમાં મોટાપાયે ગડબડ થઈ રહી છે એનો ખુલાસો કર્યો આ જોઈને બહુ આશ્ચર્ય થાય છે કે મરેલા લોકોના નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવે છે અને જીવતા લોકોના નામ નીકાળી દેવામાં આવે છે 2 રૂમના મકાનમાં 250-300 મતદાતા બતાવવામાં આવે છે મતદાતા યાદીમાં લોકોનું જ્યાં એડ્રેસ રજીસ્ટર કરવામાં આવે છે ત્યાં આગળ એમના મકાનનો નંબર શૂન્ય દર્શાવવામાં આવતો હતો આવું ક્યાંય જોવા મળતું નથી પરંતુ આ આપણી મતદારયાદી સાથે થઈ રહ્યું છે હવે માની રહ્યા છીએ કે ભારતનું ચૂંટણી પણ એ ભાજપનું એક અગ્રીમ સંગઠન બની ગયું છે અને આ ચૂંટણીપંચ રહેતા નિષ્પક્ષ ચૂંટણી થશે એ શક્ય નથી.

જન આક્રોશ સભાના અંતમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે દાહોદ ઐતિહાસિક જગ્યા છે રેલવેથી લઈને આદિવાસી સંસ્કૃતિ માટે અહીંના લોકો જાણીતા છે આજે ભાજપના રાજમાં દાહોદ મનરેગાના ભ્રષ્ટાચાર માટે ઓળખાય છે. સામાન્ય સરપંચ ભ્રષ્ટાચાર કરે તો એ જેલમાં પુરવામાં આવે પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભાજપની સરકારના મંત્રીએ કર્યો છે તેમ છતાં ખુલ્લેઆમ ફરે છે એમને એમની ઓફિસમાં જવાની મનાઈ છે એમને કોઈ કાર્યક્રમના સ્ટેજ પર બેસવાની મનાઈ છે એમને કોઈ જગ્યાએ ભાષણ કરવાની મનાઈ છે પણ આ સરકાર એમને મંત્રી પદેથી દૂર કરતી નથી કારણ કે સરકારની નરેન્દ્રભાઈ મોદીની કંઈક એવી દુખતી નસ બચુભાઈ ખાબડ પાસે છે કે જેનાથી આજદિન સુધી એમને મંત્રી પદેથી દૂર કરતા નથી.

અગાઉ જ્યારે જનમંચના હું આવ્યો હતો ત્યારે એક નિવૃત આર્મીમેને કીધું કે સાહેબ અત્યાર સુધી નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે દાહોદ આવે તેમને આ ભાઈ મોટા જાડા કડા પહેરાવતા હતા ચાંદીની સેર વાળી કોટીઓ પહેરાવતા હતા મોટી મોટી ગિફ્ટ આપતા હતા અમને એમ હતું કે આ બચુભાઈ ગિફ્ટ આપવામાં બહુ પૈસા ખર્ચે છે પણ જે દિવસે કૌભાંડ પકડાયું એ દિવસે ખબર પડી કે આ જાડા જાડા કડા આ ચાંદીની સેર આ કોટીઓ અને આ ગિફ્ટ કોઈ એમના ઘરના પૈસાની નથી પણ આપણા ટેક્ષના પરસેવાના પૈસાથી  સરકારે મનરેગમાં જે બજેટ ફાળવ્યું હતું અને મનરેગમાં કરેલા ભ્રષ્ટાચારની કોટીઓ,કડા અને ચાંદીની સેર હતી.

અહીંયા આગળ નકલી કચેરીઓ પકડાઈ, નકલી NAના હુકમો પકડાયા કરોડો રૂપિયાનું કૌભાંડ થયું પણ એ કૌભાંડ કરવા વાળા જેલના બદલે મહેલમાં છે. આજે સવારે મીડિયાના મિત્રોએ જણાવ્યું કે થોડા દિવસો અગાઉ મધ્ય ગુજરાત વીજ કમ્પનીની રેડ પડી કરોડો રૂપિયાની વીજચોરી પકડાઈ પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ હમણાં તમારા કે મારા ઘરે વીજચોરી પકડાઈ હોઈ તો તરત કેસ થાય આ લોકોએ કરોડોની ચોર કરી અને વીજચોરી કરવામાં ભાજપના નેતાઓ અને એમના મળતીયાઓ છે. એમની સામે કાર્યવાહી તો ન થઈ ઉલટાનું ચોર કોટવાલને દંડે એમ પેલા એન્જીનીયરને જાનનું જોખમ હતું એને અરજી કરવી પડી કે મારી બદલી કરી દો.

એજ રીતે અહીંયા આદિવાસી વિસ્તારમાંથી આખા ગુજરાતમાં મજૂરી માટે જવું પડે છે મોંઘુ શિક્ષણ લીધા પછી યુવાઓને રોજગાર નથી મળતો અહીંયા નલ સે જલમાં ભ્રષ્ટાચાર થાય આપણા તમારા મારા પરસેવાના ટેક્ષના પૈસા જે સરકારની તિજોરી જમા થાય એમાંથી બજેટ બને અને એ બજેટમાંથી વિકાસ થવો જોઈએ એના બદલે એ બજેટને લૂંટવાનું કામ આ ભાજપના લોકો કરે છે એની સામે લોકોને આક્રોશ છે.

મતના અધિકારીની ચોરી ભાજપના લોકો કરે છે તમારા મારા સંવિધાનીક અધિકારની ચોરી કરે છે અને સતામાં બેસે છે. રાહુલજી એ મતની ચોરી પકડી પાડી અને મત ચોરી કરવા વાળા લોકોને પણ પકડી પાડ્યા દેશની ગલીઓમાં એક જ નારો ગુંજી રહ્યો છે વોટ ચોર ગાદી છોડ આપડા ગુજરાતમાં પણ નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં મતોની ચકાસણી કરી તો 30 હજાર ખોટા મત પકડાયા આ મુજબ જ ગુજરાતમાં ખોટું થયું હશે તો ગત ચૂંટણીમાં 62 લાખ મતદારોની ચોરી સત્તામાં બેઠેલા લોકોએ કરી હશે.

સભાના અંતમાં શ્રી અમિતભાઈ ચાવડાએ લોકોને વોટચોરીના રોકવા માટે ચાલી સહી ઝૂંબેશ અને મિસ કોલ અભિયાનમાં જોડાવાનો માટે અનુરોધ કર્યો હતો અને કહ્યું કે તમારો એક મિસ કોલથી ગાંધીનગરથી લઈને દિલ્હીમાં બેઠેલા વોટચોરોનો 440 વોલ્ટનો ઝટકો લાગશે.

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનીક,વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહભાઈ સોલંકી, ઓલ ઇન્ડિયા ST ડિપાર્ટમેન્ટ ચેરમેન શ્રી વિક્રાંત ભુરિયા ,સહપ્રભારી શ્રી રામકીશન ઓઝા, સેવાદળ કોંગ્રેસના ચીફ ઓર્ગેનાઈજર શ્રી લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ,દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નિનામા,
મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ પૂર્વ સાંસદશ્રી અને ધારાસભ્યોશ્રીઓ, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા શ્રી કિરીટભાઈ પટેલ,પ્રદેશ કોંગ્રેસ સમિતિ ST ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી રાજુભાઈ પારધી, તમામ જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Related Posts