અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે બાબરા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની આવશ્યકતાઃ તા.૨૪ જૂન સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  બાબરા તાલુકાના જીવાપર પ્રાથમિક શાળાહાથીગઢ પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ (મ.ભ.યો) કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની આવશ્યકતા છેજેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન બાબરા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવું. જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા.૨૪ જૂન૨૦૨૬ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરીબાબરાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.

આ સાથે જરૂરી પુરાવા અંગેની તમામ દસ્વાતેજી વિગતો ઝેરોક્ષ કોપીમાં સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે. વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરીબાબરાનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રીબાબરાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts