અમરેલી

સાવરકુંડલાની વિદ્યાર્થીની રૂહી ભોરણીયા ‘વિકસિત ભારત ૨૦૪૭’ વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ: અમરેલી જિલ્લા કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

સાવરકુંડલાની સનરાઈઝ સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રૂહી ભોરણીયાએ પોતાની અદભુત વક્તૃત્વ કળા દ્વારા ‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. હવે તે અમરેલી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

​તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ, સાવરકુંડલા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રી આશિષભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રૂહીએ અત્યંત વિનમ્રતા અને આત્મવિશ્વાસપૂર્વક ધારાસભ્યશ્રીને પોતાનું વક્તવ્ય સાંભળવા વિનંતી કરી હતી. ધારાસભ્યશ્રીએ પણ વિદ્યાર્થી પ્રેમ દર્શાવી સમય ફાળવ્યો હતો અને રૂહીના ઓજસ્વી વક્તવ્યથી પ્રભાવિત થઈ તેના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

​નાનપણથી જ વક્તૃત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતી રૂહીએ અગાઉ પણ તાલુકા કક્ષાએ નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

Related Posts