બોલિવૂડ

બિગ બોસ ૧૮ના ગ્રાન્ડ ફિનાલેના દિવસે સલમાન ખાન વિજેતાના નામની જાહેરાત કરશે

સલમાન ખાનના ધમાકેદાર શો ‘બિગ બોસ ૧૮’એ ટીવી પર પોતાનો જાદુ બતાવવામાં કોઈ કસર છોડી નથી. શોમાં સ્પર્ધકોની રમત પણ દિવસેને દિવસે રસપ્રદ બની રહી છે. બિગ બોસ ૧૮માં પણ બે લવ એંગલ ઉભરી રહ્યા છે. ‘બિગ બોસ ૧૮’ આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલો શો બની ગયો છે. પરંતુ આ બધું હોવા છતાં ‘બિગ બોસ ૧૮’ની ટીઆરપી વધી રહી નથી. આવી સ્થિતિમાં હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

કે મેકર્સ આ વર્ષે ‘બિગ બોસ ૧૮’ને ઉતાવળમાં ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. ખરેખર, ‘બિગ બોસ ૧૮’ના ફિનાલેની તારીખ જાહેર થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો ‘બિગ બોસ ૧૮’નો ફિનાલે જાન્યુઆરી ૨૦૨૫માં થઈ શકે છે. આ માટે મેકર્સે ૧૯ જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. જાે કે, આની સત્તાવાર પુષ્ટિ થઈ શકતી નથી. ઉપરાંત, ફિનાલેને લઈને નિર્માતાઓ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ‘બિગ બોસ ૧૭’નો ફિનાલે પણ જાન્યુઆરીમાં જ થયો હતો, કારણ કે તેની ટીઆરપી વધી રહી નહોતી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે ટીઆરપીના કારણે આ સિઝન પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. ‘બિગ બોસ ૧૮’માં આજે વીકેન્ડ વોર એપિસોડ હશે, જેને સલમાન ખાન હોસ્ટ કરશે. આજે શોમાં સલમાન ખાન વિવિયન ડીસેનાની ક્લાસ આપતા જાેવા મળશે. આ સિવાય તે બબલી દારંગ-કરણ વીર મેહરા અને અવિનાશ મિશ્રા-ઈશા સિંહની બોન્ડિંગ પર પણ સવાલ ઉઠાવશે.

Related Posts