સાવરકુંડલા સ્થિત શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધિપતિ પૂ. પા. ગો. ૧૦૮ સોમયાજી દિક્ષિત અનંત શ્રી વિભૂષિત શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ પૂ. પા. ગો. ૧૦૮ આહિતાગ્નિ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (પૂ. રાજુબાવાશ્રી) તથા શ્રી અનુગ્રહરાયજી મહોદયશ્રીના સાનિધ્યમાં નિ.લી. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠુબાવાશ્રી)નો ૧૦૯મો પ્રાગટ્યદિન ઉત્સવ સંવત ૨૦૮૨ શ્રાવણ સુદ-૫, સોમવાર તારીખ ૧૭-૮-૨૬ ના રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે.
નદી કાંઠે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે આ અલોકિક ઉત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે:
બ્રહ્મ સંબંધ: સવારે ૧૦:૦૦ કલાકે
પલના તથા નંદ મહોત્સવ: સવારે ૧૦:૩૦ કલાકે
રાજભોગ આરતી: બપોરે ૧૧:૦૦ કલાકે
તિલક આરતી: રાજભોગ આરતી બાદ નિ.લી. પૂ.પા. ગો. ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠુબાવાશ્રી)ના ચિત્રજીને તિલક આરતી કરવામાં આવશે.
મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ કલાકે
ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માળા પહેરામણીના મનોરથ માટે પૂરતી સગવડ રાખવામાં આવી છે. બહારગામથી પધારતા વૈષ્ણવો માટે બેઠકજીમાં પાતળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, બેઠકજી ખાતે નાના બાળકો માટે દર રવિવારે નિઃશુલ્ક “શ્રી વિઠ્ઠલેશ પાઠશાળા” ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને પુષ્ટિમાર્ગનું પાયાનું જ્ઞાન આપવામાં આવે છે.
શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ (સાવરકુંડલા) દ્વારા તમામ અખિલ વૈષ્ણવ સૃષ્ટિને આ ભવ્ય ઉત્સવમાં પધારી દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા બેઠકજી ટ્રસ્ટ વતી વિજયભાઈ વસાણી દ્વારા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.















Recent Comments