ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના શિલ્પાબેન પંડ્યા તેમના ફૂડ પ્રોસેસિંગ એકમ દ્વારા સફળ લખપતિ દીદી બન્યા છે. તેઓ માર્ચ 2010થી શિલ્પા સખીમંડળ સાથે સંકળાયેલા છે, અને હાલમાં તેઓ નેનપુર વિલેજ ઓર્ગેનાઇઝેશન (VO) અને ક્લસ્ટર લેવલ ફેડરેશન (CLF) માં આ સખીમંડળના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. શિલ્પાબહેને પોતાના સ્વ-સહાય જૂથને રિવોલ્વિંગ ફંડ મળ્યા પછી પંચામૃત, લીંબુ, સ્ટ્રોબેરી અને જામફળ જેવી ફ્લેવરમાં રંગો ઉમેર્યા વિના કુદરતી શરબત બનાવવાનું શરૂ કર્યું.
રૂરલ સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (R-SETI) એટલે કે ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થાઓમાંથી ફૂડ પ્રોસેસિંગની તાલીમ મેળવ્યા પછી, તેઓએ પોતાના આ સાહસનો વધુ વિસ્તાર કર્યો. આજે તેમનું આ ફૂડ પ્રોસેસિંગ એકમ માત્ર તેના પરિવાર માટે નાણાકીય સ્થિરતા જ નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે આજીવિકાની તકો પણ ઉભી કરે છે, અને મહિલાઓના નેતૃત્વ હેઠળના આર્થિક સશક્તિકરણમાં યોગદાન આપે છે.
ગુજરાતની લખપતિ દીદીઓના આ તો થોડાંક જ ઉદાહરણો છે. રાજ્યભરમાં આવી હજારો લખપતિ દીદીઓ છે, જેઓ સતત પ્રગતિ કરી રહી છે, વધુ ને વધુ આવક મેળવી રહી છે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીપૂર્ણ પહેલ એવી આ લખપતિ દીદી યોજના ગ્રામીણ સ્તરે પરિવર્તનની એક સશક્ત પહેલ બનીને ઉભરી છે. આ યોજના મહિલાઓને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ ના વિઝનમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે.



















Recent Comments