તા. 05-08-2026 ના રોજ શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, સાવરકુંડલામાં પ્રિ-ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે આદરની ભાવના જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત ભારત માતાના ચિત્ર સમક્ષ દીપ પ્રજ્વલન તથા રાષ્ટ્રગીતથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ચિત્રો દોરવાનું આરંભ કર્યું. તેમાં 90 બહેનોએ ભાગ લીધેલ હતો તેમને સ્પર્ધાને અંતે એક થી ત્રણ નંબર આપવામાં આવેલ હતા. શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયાએ સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને દેશના જવાબદાર અને જાગૃત નાગરિક બનવા પ્રેરણા આપી.
કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના શિક્ષક શ્રી સંગીતાબેન પરમાર તથા સમગ્ર સ્ટાફે ભાગ લીધેલ હતો. તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો.














Recent Comments