જિલ્લા કક્ષાએ 11 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રથમ ક્રમ
હવે રાજ્ય કક્ષાએ કરશે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ
શાળા કક્ષાના રમતોત્સવ (SGFI) 2026-27 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાળગોનની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ અદભુત અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર રાળગોન ગામનું ગૌરવ વધાર્યું છે. ગયા વર્ષે પણ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 1 થી 3 નંબરો મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, અને આ વર્ષે પણ તે જ ઉત્કૃષ્ટ પરંપરા જાળવી રાખી છે.
શાળાના કુલ 11 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની કરાટે, કુસ્તી અને બરછી ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ તમામ 11 વિજેતા ખેલાડીઓ હવે આગામી તબક્કે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા 11 વિદ્યાર્થીઓની યાદી:
(1). કરાટે સ્પર્ધા (7 વિદ્યાર્થીઓ):
ભંમર રાધિકાબેન દેવાયતભાઈU-17-40 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
ચૌહાણ દિપાલીબેન દેવશીભાઈU-17-44 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
પરમાર ખ્યાતિબેન પ્રવિણભાઈU-14-40 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
મોભ રંજનાબેન જસુભાઈU-14-29 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
ચાવડા ચંદ્રસિંહ ભાવેશભાઈU-14-40 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
મોભ રાજવીરભાઈ વાસુરભાઈU-17-35 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
સરવૈયા ઋતુરાજસિંહ મયુરસિંહU-17-74 કિ.ગ્રા.(પ્રથમ ક્રમ)
(2). કુસ્તી સ્પર્ધા (3 વિદ્યાર્થીઓ):
ભુવા કરણભાઈU-17 (પ્રથમ ક્રમ)
શિયાળ સહદેવભાઈU-17 (પ્રથમ ક્રમ)
મકવાણા તુષારભાઈU-17 (પ્રથમ ક્રમ)
(૩). બરછી ફેંક સ્પર્ધા (1 વિદ્યાર્થી):
ભુવા ગીતાબેન હસુરભાઈU-19 (પ્રથમ ક્રમ)
આ ઝળહળતી સફળતા પાછળ શાળાનું વિશાળ અને સુસજ્જ રમતગમતનું મેદાન મુખ્ય પરિબળ રહ્યું છે,















Recent Comments