તાજેતરમાં સાવરકુંડલાની શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા (તા. ૨૩ અને ૨૮ જુલાઈ ૨૦૨૬) તેમજ અમરેલી વિદ્યાસભા સંકુલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં શ્રી એચ. એન. વીરાણી હાઇસ્કૂલ, બાઢડાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં
એથ્લેટિક્સ સ્પર્ધા (તાલુકા કક્ષા):
ચક્ર ફેંક: ગુજરીયા લાલજી (પ્રથમ નંબર), બાલધિયા રમેશ (દ્વિતીય નંબર)
૩૦૦૦ મીટર દોડ: શિયાળ વિશ્વાસ (દ્વિતીય નંબર)
૪૦૦ મીટર દોડ: ડુબાણીયા મંથન (દ્વિતીય નંબર)
૮૦૦ મીટર દોડ: ઝાપડા કિંજલ (પ્રથમ નંબર), ઝાપડા જયશ્રી (દ્વિતીય નંબર)
(તમામ વિજેતાઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.)
હેન્ડબોલ સ્પર્ધા (જિલ્લા કક્ષા):
અંડર-૧૭ અને અંડર-૧૯ (બહેનો): સમગ્ર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
(આ ટીમ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમવા જશે.)
વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શાળાના પી.ટી. શિક્ષક અનિલાબેન પદ્માણીનું યોગ્ય માર્ગદર્શન રહ્યું હતું. તમામ વિજેતા ખેલાડીઓને શાળાના ટ્રસ્ટી શ્રી કાળુભાઈ વીરાણી, આચાર્ય શ્રી મધુરભાઈ બગડા તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ અને આગામી સ્પર્ધાઓ માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

















Recent Comments