ભાવનગર જિલ્લાના માછીમારોને મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિ માટે જરૂરી ધિરાણ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી
ભારત સરકાર દ્વારા માછીમારો માટેની કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના
હેઠળ પાત્ર માછીમારોને બેંકો મારફતે વર્કિંગ કેપિટલ માટે મહત્તમ રૂ. ૨ લાખ સુધીનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં
આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટે માછીમારો પોતાની બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકે છે. ઉપરાંત
e-KCC, JanSamarth Portal, Kisan Rin Portal તથા KRISHIKA Mobile App મારફતે પણ ઓનલાઈન અરજી કરવાની
સુવિધા ઉપલબ્ધ છે. અરજદારો પોતાના મોબાઇલ ફોનથી અથવા ગામના VCE, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)
કે જિલ્લા મત્સ્ય કચેરીની મદદથી પણ અરજી કરી શકે છે.
યોજનાની શરતો મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લીધેલું ધિરાણ સમયસર પરત ભરનાર લાભાર્થીઓને ભારત
સરકાર તરફથી ૩ ટકા તથા રાજ્ય સરકાર તરફથી ૪ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર છે, જેના કારણે માછીમારોને
ઓછા વ્યાજદરે ધિરાણનો લાભ મળે છે.
જિલ્લા મત્સ્ય અધિકારી દ્વારા ભાવનગર જિલ્લાના તમામ પાત્ર માછીમારોને આ યોજનાનો વધુમાં વધુ લાભ
લેવા અને સમયસર અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનાનો લાભ લેવા અનુરોધ













Recent Comments