ચિતલમાં 130 માં નેત્ર યજ્ઞ રામાણી પરિવારના સહયોગથી યોજાઈ ગયો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ ના સંયુક્ત ઉપક્રમે જીથુડીના બાબુભાઈ શંભુભાઈ રામાણી ના પરિવારના સહયોગથી મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણીની ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 130 મો નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો જેનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જે.બી .દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં 130 નેત્ર નિદાન કેમ્પ યોજાયેલ જેમાં 85 દર્દીઓને તપાસવામાં આવેલ તે પૈકીના 22 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાભાતી ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ કરેલ કેમ્પ ને સફળ બનાવવા માટે નેત્રયજ્ઞ આયોજન સમિતિના સંયોજક દિનેશભાઈ મેસીયાના વડપણ હેઠળ બીપીનભાઈ દવે, જીતુભાઈ વાઘેલા, છગનભાઈ કાછડીયા, રવજીભાઈ બાબરીયા, સવજીભાઈ વાઘેલા, રામભાઈ અસલાલીયા ,ઝવેરભાઈ , ગોરધનભાઈ પાથર, ખોડાભાઈ ધંધુકિયા,કેશુભાઈ દેસાઈ બકુલભાઈ ભીમાણી, જે.પી. માંગરોળીયા તેમજ રંજનબેન બાબરીયા સહિત ના કાર્યકર્તા ઓએ જહેમત ઉઠાવી હતી
ચિતલમાં 130 માં નેત્ર યજ્ઞ રામાણી પરિવારના સહયોગથી યોજાઈ ગયો

















Recent Comments