ભાવનગર

જય જનની વિદ્યાસંકુલ ખાતે ગોલ્ડ મેડલ વિશ્વ વિજેતા ક્રિષ્નાભાઈ શિયાળનું ઉષ્માભેર સ્વાગત અને પ્રેરણાદાયી સંવાદ

જય જનની વિદ્યાસંકુલ ખાતે ગોલ્ડ મેડલ વિશ્વ વિજેતા ક્રિષ્નાભાઈ શિયાળની શુભેચ્છા મુલાકાતનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ક્રિષ્નાભાઈ શિયાળ વિદ્યાર્થીઓને પોતાની વિશ્વ વિજેતા બનવા સુધીની પ્રેરણાદાયી સફર પોતાના શબ્દોમાં વર્ણવી હતી. તેમણે સતત મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પના બળથી સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમની સંઘર્ષમય અને સફળતાભરી સફર સાંભળીને વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને દેશ માટે ગૌરવ મેળવવાની પ્રેરણા જાગી હતી.

કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ક્રિષ્નાભાઈ શિયાળનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. જય જનની વિદ્યાસંકુલ પરિવાર દ્વારા તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ સાથે શાળા દ્વારા ચાલતા વિવિધ 13 અભિયાનમાં તેઓ એમ્બેસેડર પણ બન્યા છે. જેથી આ અભિયાનો દ્વારા સમગ્ર  તળાજા, ભાવનગર તથા દેશભરના લોકોમાં જાગૃતી લાવી શકાય..                                           

 

Related Posts