અમરેલી

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના દ્વારા આયોજિત નાવલી પ્રીમિયર લીગ (NPL) સિઝન-2 જય માતાજી ઈલવન ટાઈટલ વિજેતા બની

ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડિયા,જનકભાઈ તળાવિયા,તેમજ ગુજરાત ભાવ નિયંત્રણ બોર્ડ ના
ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,જીલ્લા પંચાયત પ્રમુખ,દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા,ઉપપ્રમુખ મહાવીરબાપુ
ભગત,જીલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઈ શિયાળ,પૂર્વ જીલ્લા મહામંત્રી પીઠાભાઈ નકુમ,બક્ષીપંચ મોરચાના પ્રમુખ
સાગરભાઈ સરવૈયા,સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નયનાબેન અનુલભાઈ કાપડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા


સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના ક્રિકેટપ્રેમીઓ માટે સાવરકુંડલા વિધાનસભા દ્વારા
આયોજિત નાવલી પ્રીમિયર લીગ (NPL) સિઝન-2ની ભવ્ય ફાઇનલ મેચ ઉત્સાહ અને રોમાંચ
વચ્ચે યોજાઈ હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર જય માતાજી ઈલેવન
ફાઇનલ મેચમાં વિજયી બની ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો.
ફાઇનલ મેચના પ્રસંગે ગુજરાત સરકારના ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને કાયદા વિભાગના રાજ્યમંત્રી
કૌશિકભાઈ વેકરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા તેમજ તમામ ભાગ
લેનાર ટીમોને અભિનંદન પાઠવતાં રમતગમત દ્વારા યુવાનોમાં શિસ્ત, ટીમભાવના અને સ્વસ્થ
સ્પર્ધાની ભાવના વિકસે છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના
ધારાસભ્ય જે.વી. કાકડિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ગુજરાત ભાવ નિયંત્રણ
બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ધર્મેશભાઈ
ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી ચેતનભાઈ શિયાળ,
પૂર્વ જિલ્લા મહામંત્રી પીઠાભાઈ નકુમ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાગરભાઈ સરવૈયા તેમજ
સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન અનુલભાઈ કાપડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓએ ખેલાડીઓનો
ઉત્સાહ વધાર્યો હતો તથા રમતગમત ક્ષેત્રે યુવાનોને આગળ વધવા પ્રેરણા આપી હતી.
વિધાનસભાના સગઠનના હોદેદારો, જીલ્લા પંચાયત ના સદસ્યોશ્રીઓ ,તાલુકા પંચાયત ના
સદસ્યોશ્રીઓ ,મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, યુવાનો અને નાગરિકો પરિવાર તથા મિત્રવર્તુળ સાથે
ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર મેદાનમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
નાવલી પ્રીમિયર લીગ (NPL) સિઝન-2નું સફળ આયોજન સાવરકુંડલા-લીલીયા વિસ્તારના
યુવાનોમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ અને રસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. આયોજકો
દ્વારા તમામ ટીમો, ખેલાડીઓ, મહેમાનો તથા ઉપસ્થિત જનસમુદાયનો આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો.

Related Posts