અમરેલી

દામનગર તન્ના પરિવારે માતા ની સ્મૃતિ માં અધિક માસ માં વડીલ માતા ઓને તીર્થાટન કરાવ્યું

દામનગર અધિક માસ માં તન્ના પરિવારે તીર્થટન કરાવ્યું સ્વ મનીષાબેન વિનંતીભાઈ તન્ના ની સ્મૃતિ માં ખૂબ જ સુંદર યાત્રા પ્રવાસ નું આયોજન અધિકમાસ ના સંદર્ભમાં સ્વર્ગસ્થ મનિષાબેન વિનંતીરાય તન્ના ની સ્મૃતિ માં દામનગર ના વડીલ બહેનો માટે કુંડળધામ સાળંગપુર ઘેલા સોમનાથ ગઢડા જેવા સ્થળોએ ભક્તિ અને શ્રદ્ધા પૂર્ણ ખૂબ જ સુંદર એક દિવસ માટે યાત્રા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ચા પાણી નાસ્તો તેમજ પ્રસાદીની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આનંદ અને ઉત્સાહ સાથે ભક્તિ પૂર્ણ માહોલમાં વિવિધ જગ્યાએ દર્શન કરી યાત્રામાં ગયેલા દરેક લોકોએ પરમ કૃપાળુ પરમેશ્વર પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો આ યાત્રા પ્રવાસ ને સફળ કરવા મહેશભાઈ ચૌહાણ મનસુખભાઈ મેવાડા અને અન્ય મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી

Related Posts