નવસારી દાન હોય કે ધર્મ હમેશા ઉદાર હાથે સખાવત કરતા જેન શ્રેષ્ટિ ધાનેરા વાસી પ્રકાશચંદ્ર સુરજમલ ગાંધી ઓશિયા જેમ્સ ના મોભી એ નવસારી ની સ્વૈચ્છિક જુલી ચેરીટેબલ સંસ્થાન માં એમ્બ્યુલન્સ અર્પણ કરી જ્યાં દયા હોય ત્યાં અહિંસા અસંભવ છે કલાકો ના કલાકો આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી એ તેના બદલે ક્ષણભર જીવદયા કે દુખીઓનું દુઃખ દૂર કરવું એ ઈશ્વર સમક્ષ કરેલ પ્રાર્થના સમાન છે જુલી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી ખાતે શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી તથા ઓસિયા જેમ્સ પરિવાર તરફથી બીજી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારીના ૩૫૦થી વધુ જીવદયા પ્રેમીઓ દ્વારા ૧૦ લાખ રૂપિયાનું ભંડોળ પણ એકત્રિત કરી જુલી ચેરિટેબલ ટ્રસ્ટમાં આપવામાં આવેલ ઉપરાંત સંસ્થાના પ્રમુખ એવા વિનોદભાઈ દેલવાડીયાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જુલી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી શ્રી પ્રકાશભાઈ ગાંધી તથા ઉપસ્થિત સૌ જીવદયા પ્રેમીઓનો આભાર વ્યક્ત કરે છે.એમ્બ્યુલન્સ અર્પણ સમારોહ માં હદય સ્પર્શી સંદેશ આપતા પ્રકાશભાઈ ગાંધી એ જણાવ્યું હતું કે દરેક જીવાત્મા નું કલ્યાણ સેવા એ પૃથ્વી ઉપર આપણું રહેણાંણ ભાડું છે ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે દયા એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે અને મુંગા પણ સમજી શકે માટે દિવસ દરમ્યાન એકપણ સ્તકર્મ કરો નો સંદેશ આપ્યો હતો
શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી ધાનેરાવાસી ઓશિયા જેમ્સ પરિજનો એ જુલી ચેરીટેબલ ટ્રસ્ટ ને બીજી એમ્બ્યુલન્સ અર્પણ કરી















Recent Comments