*સ્વ. અભયકુમાર કાનાણીના પરિવારને મળ્યો ‘સેવા સંગઠન’ અને મહેશભાઈ સવાણીનો હૂંફાળો સહારો: સ્વ. અભયકુમારના પત્નીને માસિક રૂ.૧૦,૦૦૦ ની સહાયની જવાબદારી “સેવા સંગઠન” દ્વારા અર્પણ કરાઈ*
માનવતા એ જ સાચો ધર્મ છે અને જ્યારે સમાજનો કોઈ પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે તેની આંગળી પકડવી એજ સાચી સેવાનો સંકલ્પ છે. પી.પી. સવાણી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “સેવા સંગઠન” પરિવારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર પોતાના કાર્યોથી એક સાચો પરિવાર કહેવાય છે.
“સેવા સંગઠન” પરિવારના સભ્ય સ્વ. અભયકુમાર કાનાણીનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘરના મોભી ગુમાવવાનું અસહ્ય દુઃખ અને ભવિષ્યની ચિંતા વચ્ચે, આ કપરા સમયમાં સેવા સંગઠન પરિવાર આ શોકગ્રસ્ત પરિવારની વહારે આવ્યો છે.
સમાજસેવક અને સેવાના પ્રેરણામૂર્તિ શ્રી મહેશભાઈ સવાણીના માર્ગદર્શન હેઠળ, “સેવા સંગઠન” પરિવારે આ મુશ્કેલીના સમયમાં માત્ર સાંત્વના જ નથી આપી, પરંતુ પરિવારને ભવિષ્યમાં આર્થિક સુરક્ષિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે:
• સ્વાભિમાનથી જીવી શકે તેવા આશયથી સ્વ. અભયકુમાર કાનાણીના પત્નીને વિધવા સહાય પેટે દર મહિને રૂ.૧૦,૦૦૦ આર્થિક સહાય આપવામાં આવી રહીછે.
” એક પરિવારનો દીવો બુઝાયો, પરંતુ સેવાસંગઠન પરિવાર આખા ઘરને અંધકારમાં નહીં ઘેરાવા દેય, અને મુખ્ય સભ્યના ગેરહાજરી પછી ” સેવા સંગઠન પરિવારે પુરવાર કરી બતાવ્યું છે, આપણો સેવાસંગઠનનો પણ પરિવાર હંમેશા તમારી સાથે છે
સર્વ સમાજને અપીલ: આ સેવાયજ્ઞમાં આપણે સૌ મળીને સાથે ભાગ લઈએ
આજના આ સમયમાં સુખમાં તો સૌ કોઈ સાથે ઉભા રહે અને દુઃખના સમયે જે પડખે ઊભો રહે એજ સાચો પરિવાર. “સેવા સંગઠન” એક એવો ભરોસો છે જ્યાં કોઈ પણ સભ્ય પોતાની જાતને ક્યારેય એકલી નહીં અનુભવે.
સેવા સંગઠન પરિવાર હંમેશા પોતાના સભ્યોની સાથે ઉભો રહે છે સંસ્થાની એ પરંપરા રહી છે કે પરિવારના કોઈ સભ્યનું અકાળે અવસાન થાય ત્યારે તેમના પરિવારના બાળકોનું ભવિષ્ય ધૂંધળું નહીં બને તે માટે સેવા સંગઠન પરિવાર બાળકોને ઉચ્ચ અભ્યાસ સુધી તમામ એજ્યુકેશન ખર્ચની જવાબદારી સ્વૈચ્છિક સ્વીકારી અને એના ચિંતામુક્ત બનીને બાળક અભ્યાસ કરી શકે એવો પ્રયત્ન હંમેશા સેવા સંગઠન પરિવાર કરે છે.
આજ કાર્યથી પ્રેરણા લઈને અમે સમાજના દરેક સંવેદનશીલ નાગરિકને હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ કે, કોઈ ગંગસ્વ. બહેનો લાચાર નહી બને અને એવા પરિવારના કોઈ બાળક એકલતા નહી અનુભવે એના માટે આવો… આપણે સૌ સાથે મળીને એક એવો મજબૂત “સેવા સંગઠન” સમાજ બનાવીએ.
તમે પણ આજે જ “સેવા સંગઠન” પરિવારમાં જોડાઓ અને કોઈકના જીવનનો આધાર બનવવા આપણે સૌ નમ્ર પ્રયત્ન કરીએ.
“આવો બનાવીએ એક પરિવાર સેવા સંગઠન” સંપર્ક- ૯૯૨૪૪-૨૭૨૪૪


















Recent Comments