અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા: મેગા થેલેસેમિયા ટેસ્ટ, રક્તદાન અને વૃક્ષારોપણ

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ’, ‘રક્તદાન કેમ્પ’ અને ‘વૃક્ષારોપણ’ જેવા ત્રિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ભક્તિરામબાપુ, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહિતના અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ અને ટ્રસ્ટીગણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આચાર્ય ડો. એસ.સી. રવિયાએ સ્વાગત અને સંચાલન કર્યું હતું.

​ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન’ના આર્થિક સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ નિઃશુલ્ક યોજાયો હતો.

​ શાંતાબેન હરિભાઇ ગજેરા બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમના અંતે પીડીલાઈટ કંપનીના સૌજન્યથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમ દરમિયાન વર્ગ-૪ના કર્મચારીઓનું રાશનકીટ આપીને સન્માન કરાયું હતું. તેમજ રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, કોલેજના સ્ટાફગણ, NCC, NSS અને યૂથ રેડક્રોસના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related Posts