અમરેલી

બગસરા નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે આપાતકાલીન સ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે તાલીમ યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે બગસરા નગરપાલિકાના ૩૨૫ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવાઓ અને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) અંગે વિશેષ તાલીમ યોજાઈ હતી. જેનો મુખ્ય હેતુ કુદરતી કે માનવ સર્જિત આફતો સમયે નગરપાલિકાના ફ્રન્ટલાઈન સ્ટાફને ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવવાનો છે.

શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે આયોજિત આ તાલીમમાંઅમરેલી ફાયર કચેરીના હરેશભાઈ સરતેજા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફટી અંગેની થિયરી અને પ્રેક્ટીકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. તેમ બગસરા નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.  

Related Posts