fbpx
રાષ્ટ્રીય

UPSC ફાઇનલમાં ગુજરાતના ૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા

ેંઁજીઝ્ર સિવિલ સર્વિસ પરીક્ષા (ેંઁજીઝ્ર ઝ્રજીઈ) ૨૦૨૩નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ેંઁજીઝ્ર એ તેની સત્તાવાર વેબસાઇટ ેॅજષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના ૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જનરલ કેટેગરીમાં ૩૪૭ ઉમેદવારો પાસ થયા છે. જ્યારે ઈઉજીના ૧૧૫ ઉમેદવારો પાસ થયા છે. કુલ ૧૦૧૬ ઉમેદવારમાંથી કુલ ૨૫ ગુજરાતી ઉમેદવારો ેંઁજીઝ્ર ક્લિયર કરવામાં સફળ થયા છે. આ ૨૫ ગુજરાતીઓમાંથી ૫ યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.

આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કર્યું છે. અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે જ્યારે દોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર પીકે સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમું સ્થાન રુહાનીએ મેળવ્યું હતું. સત્તાવાર વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર કુલ ૧૦૧૬ ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવી છે. તેમાંથી ૩૪૭ જનરલ કેટેગરીના, ૧૧૫ ઈઉજી, ૩૦૩ ર્ંમ્ઝ્ર, ૧૬૫ જીઝ્ર અને ૮૬ જી્‌ છે. ઉલ્લેખનીય છે કે, ેંઁજીઝ્ર સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા ૨૮ મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી. પછી, મેન્સનું પરિણામ ૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ ૨ જાન્યુઆરીથી ૯ એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts