ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ બ્રિજ નીચે વાહન ચેંકિંગ ચાલી રહ્યું હતું ઉત્તરાયણના તહેવારને પગલે સુરત પોલીસે વાહન ચેકિંગ રાખ્યું હતું. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ બ્રિજ નીચે વાહન ચેંકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે રોયલ એન્ફિલ્ડ બુલેટ પર જઈ રહેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે તપાસ કરતા શુભમ શ્યામબિહારી તિવારી તથા પ્રેમ રાજકિશોર પાઠક પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી.બન્ને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. આરોપી શુભમ મુળ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે. જ્યારે પ્રેમ પાઠક વારાણસીનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૨૫,૦૦૦ ની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ, રૂ.૧,૫૦,૦૦૦ ની કિંમતનું બુલેટ અને બે મોબાઈલ મળીને કુલ રૂ. ૧,૯૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી આ પિસ્ટલ ક્યાંથી લાવ્યા અને કોઈ ગુનામાં તેનો ઉપયોદ કર્યો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
વાહન ચેંકિંગ ઃ સુરતમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે બે આરોપી ઝડપાયા

Recent Comments