અમરેલી

જાફરાબાદના ટીંબી ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫ અંતર્ગતના સ્વચ્છોત્સવમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અને જાહેર રસ્તાઓ, મંદિર પરિસર સહિતના જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તા.૧૭ સપ્ટેમ્બર થી શરૂ થયેલું સ્વચ્છતા હી સેવા અભિયાન તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. આમ, જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે જુદા જુદા સ્થળોએ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

Related Posts