અગાઉ ગુજરાત વિધાનસભામાં યુવા એસમ્બલીમાં ભાગ લીધેલઅમરેલી-અમદાવાદ-ગાંધીનગરનું ગૌરવ હર્ષ સંઘાણીયુવાનો જે ક્ષેત્રમા હોય તે ક્ષેત્રની કંઈક વિશિષ્ટ કામગીરી અને અનુભવ લોકોને જોવા–જાણવા મળતો હોય છે. યુવાનો પણ આ બાબતે સજાગ બનીને જે તે ક્ષેત્રના વિકાસ માટે પ્રવૃત રહેતા હોય છે જેમાથી તેમની શકિત નીખરતી હોય છે તેનો અહેસાસ સમય આવ્યે સમાજ, રાજય, દેશ-વિદેશને લાભકારક નિવડતો હોય છે.
વાત છે અમરેલીના યુવા પ્રતિભાની કે, જેમણે રાજકીય ભૂમિકામાં ગુજરાત વિધાનસભામા યુવા એસેમ્બલીમાં ભાગ લઈ શ્રેષ્ઠતા પુરવાર કરનાર હર્ષ મુકેશભાઈ સંઘાણી આ પહેલા પણ સ્ટેટ લેવલ પર, રાષ્ટ્રીય સ્તર હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર પરની વિવિધ સ્પર્ધાઓ કે મંચ પર તેઓ તેમની નેતૃત્વ શક્તિનો પરિચય આપી ચુકેલ છે આ માન્ય અને પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના યુવા પ્રતિનિધિ તરીકે પસંદગી થવી તે તેમની અદભુત નેતૃત્વ ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના અનુભવોના કારણે શકય બન્યુ છે. તેમણે તેમના ફાઉન્ડેશન મારફતે નવીનતમ અને રાષ્ટ્ર–દેશ હિત સાથે વૈશ્વિક વિષયો પરના ઘણા બધા પ્રોજેકટમાં ભારતના યુવાનોને વિકાસ માટે જોડયા છે અને વૈશ્વિક સ્તરે અમરેલી–ગજરાત–ભારતનં નામ રોશન કર્ય છે તેમ યાદીમાં જણાવાયેલ છે.
Recent Comments