રાષ્ટ્રીય

ઘઉંના નિકાસ બાદ હવે ખાંડની નિકાસ પર પ્રતિબંધની તૈયારી, સરકારનો આ છે પ્લાન

કેન્દ્ર સરકાર ઘઉંની જેમ જ હવે ખાંડના નિકાસ પર પણ પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, સ્થાનિક ભાવમાં વધારો રોકવા માટે સરકાર લગભગ 6 વર્ષમાં પ્રથમ વખત ખાંડના નિકાસને પ્રતિબંધિત કરી શકે છે. એ પણ સંભવ છે કે, સરકાર આ સીઝનના નિકાસને 10 મિલિયન ટન પર સીમિત કરી દે. 

સૌથી મોટું ઉત્પાદન 

જણાવી દઈએ કે, ભારત વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે. તેમજ બ્રાઝિલ બાદ બીજો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. ભારતે સપ્ટેમ્બર સમાપ્ત થતા ચાલુ નાણાંકિય વર્ષમાં 18 મે સુધી 75 લાખ ટન ખાંડની નીકાસ કરી છે. ભારતના મુખ્ય આયાતર્તા દેશ ઈન્ડોનેશિયા, અફધાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયૂક્ત અરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકી દેશ છે. 

નિકાસના આંકડા

માર્કેટિંગ વર્ષ 2017-18, 2018-19, 2019-20માં ક્રમશ: લગભગ 6.2 લાખ ટન, 38 લાખ ટન અને 59.60 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા કર્ણાટક દેશમાં કુલ ખાંડ ઉત્પાદનમાં લગભગ 80 ટકાની ભાગીદારી છે. દેશના અન્ય પ્રમુખ શેરડી ઉત્પાદક રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, બિહાર, હરિયાણા તથા પંજાબ સામેલ છે. 

Related Posts