અલંગ દરિયા કિનારો વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીની સ્થાપના સાથે ભાવનગર ખાતે વિકાસ પામ્યા નાના અને મોટા આનુષંગિક ઉદ્યોગો અને ભાવનગરના લોકોને વેપાર અને રોજગારીની તકો મળી. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડનું અપગ્રેડેશનપા ગતિમાં છે અને તેનો વ્યાપાર નિશ્ચિતપણે વધવાનો છે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં છેલ્લાં 7 વર્ષનો ઇતિહાસ જોઇએ તો સૌથી વધુ જહાજ વર્ષ 2016-17માં આવેલા.આ એક જ વર્ષમાં 259 જહાજ આ શિપ બ્રેકીંગ યાર્ડમાં ભંગાયા હતા. જોકે આ વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 75 જહાજ જ ભંગાયા છે અને ગત વર્ષે પણ 187 જહાજ ભંગાયા હતા. હવે જહાજ ભાંગવામાં તેજીનો માહોલ આવશે તેવું લાગી રહ્યું છે. અલંગમાં કુદરતી રીતે જહાજ ભાંગવા માટે શ્રેષ્ઠ દરિયાકાંઠો છે અને સાથે પર્યાવરણની દેખભાળના પ્રમાણપત્રવાળા 150થી વધુ પ્લોટ કાર્યરત છે. 80ના દાયકામાં અલંગ શિપયાર્ડ કાર્યરત થયુ હતુ અને 90ના દસકામાં તેનો શ્રેષ્ઠ સમયગાળો આવ્યો હતો. આજે પણ જાપાનની સહાયથી અલંગમાં ટેકનોલોજી અને પર્યાવરણનો સમન્વય કરીને વિકાસ સાધવાની તકો ખુલી છે.
ભાવનગરના લોકોને વેપાર અને રોજગારીની તકો મળી. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડનું અપગ્રેડેશનપા ગતિમાં છે અને તેનો વ્યાપાર નિશ્ચિતપણે વધવાનો છે















Recent Comments