ગુજરાત

હાર્દિક પટેલની સ્પષ્ટતા: ભાજપમાં જોડાવવાની વાત અફવા, ઘરની અંદર ઝઘડો થાય, નિરાકરણ આવશે

પાટીદાર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપમાં જોડાવાની વાતને માત્ર અફવા ગણાવી છે. હાર્દિક પટેલે જામનગરમાં ભગવત સપ્તાહમાં હાજરી આપી હતી. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવાની અટકળો પર પોતાનો જવાબ રજૂ કરીને અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધુ હતુ.

હાર્દિક પટેલે કહ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી અફવા ચાલે છે, ગુજરાતનું હિત થાય તેવુ આવનાર દિવસોમાં ચોક્કસ કરીશું, રાજકીય ઓળખાણ કરતા મોટી ઓળખાણ તે છે કે હું ગુજરાતી છું. ઘરની અંદર ઝઘડો થતો રહે છે, નિરાકરણ જરૂર આવશે, નિરાકરણ નહી આવે તો પણ આગળ વધીશુ. ભાજપના નેતાઓ સાથે ચર્ચા અંગે વાત કરતા હાર્દિક પટેલે કહ્યુ કે, હજુ કોઇ ચર્ચા થઇ નથી, તમારૂ પ્રેશર હશે તો ચર્ચા કરી લઇશુ.

ભાગવત સપ્તાહમાં અનેક નેતાઓએ હાજરી આપી

જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં અનેક નેતાઓની હાજરી હતી. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, રમેશ ધડુક, કાંધલ જાડેજા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલ ભાજપના નેતાઓને મળ્યા હતા.

Related Posts