અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3732 પર
અમરેલી જિલ્લામાં 41 કોરોના દર્દીઓને ભરખી જનાર કોરોનાની હવે વિદાયની ઘડીઓ ગણાય છે. આજે ફક્ત 2 પોઝિટિવ કેસ સામે 4 ડિસ્ચાર્જ. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે ફક્ત 36.
અમરેલી જિલ્લાના 41 કોરોના દર્દીઓને ભરખી જનાર કોરોનાની હવે અમરેલી જિલ્લામાંથી વિદાય લેવાની ઘડીઓ ગણાય રહી છે. હમણાં છેલ્લા ઘણા દિવસોથી ઘટતા જતા પોઝિટિવ કેસોની સાથે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ ખૂબ ઘટી રહી છે. છેલ્લા દિવસોમાં ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જતા હવે એ દિવસો નજીક આવી રહ્યા છે કે અમરેલી જિલ્લો જલ્દી કોરોના મુક્ત થશે. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓનો આંક પણ ઘટતો જાય છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 7 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ ફક્ત 2 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત કુલ 36 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 4 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3732 પર પહોંચ્યો.
Recent Comments