ભાવનગર

શાહ પરિવાર દ્વારા પ્રાથમિક શાળા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

બોદાનાનેસ,જુનાપાદર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વ. પૂ. માતુશ્રી પ્રભાબેન રામચંદ શાહ પરિવાર તરફથી બાળકોને ચોપડા ભેટ કરવામાં આવ્યા છે. આ પૂણ્ય કાર્યમાં પરિવારના સભ્યો વિનુભાઈ શાહ, ચારુબેન, હાર્દિક અને નમ્રતા બેનનું યોગદાન વંદનિય છે.શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે. શ્રી વિનુભાઈ શાહ જેવા ઉદારદિલ દાતાઓના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને ભણવા માટે નવી ઊર્જા મળે છે. આ માત્ર ચોપડાનું દાન નથી, પરંતુ બાળકોના સપનાઓને પાંખો આપવાનું ભગીરથ કાર્ય છે.આ દાન માટે શાળા પરિવાર શાહ પરિવારનો હૃદયપૂર્વક આભાર માને છે.

Related Posts