અમરેલી જિલ્લામાં અંતે હવે કોરોના હાફયો. છેલ્લા ઘણાં દિવસોથી કોરોના પોઝિટિવ કેસ સિંગલ ડિજિટમાં. આજે ફક્ત 4 પોઝિટિવ કેસ સામે 19 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામા છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે તેથી હવે અમરેલી જિલ્લામાં કોરોના હાંફી ગયો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો થતા દર્દીઓ ડિસ્ચાર્જની સંખ્યામાં આજે વધારો થયો છે ત્યારે સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો માસ્ક પહેરી ને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 3 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ હવે ફક્ત કુલ 51 દર્દીઓ જ રહ્યા. આજે 19 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3722 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3722 પર

Recent Comments