અમરેલી જિલ્લાકક્ષાની રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા, ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

રમત ગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર જિલ્લાકક્ષા તથા રાજ્યકક્ષાની રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્પર્ધામાં નિયત કરેલ સ્થળ પર સ્પર્ધાના મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન પર રંગોળી બનાવવાની રહેશે. જેમાં સ્વતંત્રતા સંગ્રામનાં શહીદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે. સ્પર્ધા ત્રણ ચરણમાં આયોજિત થશે જેમાં સર્વ પ્રથમ જિલ્લાકક્ષાએ તે પછી રાજ્યકક્ષાએ અને તે પછી રાષ્ટ્રીયકક્ષાનું આયોજન દિલ્હીમાં થશે. આ સ્પર્ધા ૧૬ થી ૪૫ વર્ષના તમામ ભારતીયો માટે ખુલ્લી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે નિર્ધારિત નિયમો અનુસાર રંગોળી બનાવવાની રેહશે.
તમામ સામગ્રી જાતે લાવવાની રેહશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોક નો ઉપયોગ થઇ શકશે નહિ. તમામ સ્પર્ધક ને ૪x૪ ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનીટ (અઢી કલાક) માં પૂર્ણ કરવાની રેહશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક અમરેલી જિલ્લા સ્પર્ધકોએ પોતાનું રજીસ્ટ્રેશન ૧૫ ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં http://amritmahotsav.nic.in/rangolimaking-competition.htm વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ સાદા કાગળમાં પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ્સ સાથે વિદ્યાર્થીએ પોતાની અરજી તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/જન્મ તારીખનો દાખલો) પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે અને તા.૧૫/૧૨/૨૦૨૧ ઓફીસ સમય સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને પોતાની અરજી અચૂક મોકલવાની રહેશે. જે સ્પર્ધકની અરજી અત્રેની કચેરીને મળશે તેમને સ્પર્ધાનાં સ્થળ અને તારીખની હવે પછીથી જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે ખાસ નોંધ લેવી એવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે. વધુ માહિતી માટે કચેરીનો ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ નંબર સંપર્ક કરવો.
Recent Comments