અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 24 કેસઃ કુલ 3194 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમ વચ્ચે આજે 24 પોઝિટિવ કેસ નોંધાયા સામે રેકોર્ડ બ્રેક 39 કેસો ડિસ્ચાર્જ. લગ્ન સિઝનમાં લોકો ખાસ સાવચેત રહે.

આજે 24 પોઝટિવ કેસ નોંધાયા સામે આજે રેકોર્ડ બ્રેક 39 દર્દીઓ સારા થઈને ડિસ્ચાર્જ થયા. અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમ વચ્ચે આજે પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. નાના બાળકો તેમજ વડીલોની ખાસ સંભાળ રાખવી આવશ્યક છે. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ પ્રબળ હોવાથી લોકોએ માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખે. અત્યારે માસ્ક જ વેકસીન છે.

અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવાને કારણે લોકો માસ્ક પહેરીને બહાર નીકળે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અચૂક કરી ગંભીરતા દર્શાવે. આજ તા. 3 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 171 દર્દીઓ છે. આજે રેકોર્ડ બ્રેક 39 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 35 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3194 પર પહોંચી છે.

Follow Me:

Related Posts