અગાઉની સરકારે ક્યારેય સ્થાનિકો,જેઓ જમીનને પ્રેમ કરે છે તેમની દરકાર લીધી નહોતીઃ વડાપ્રધાનના વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘઆટન કરતા ઐતિહાસિક જેરેંગા પાથર ખાતે ૧૦ લોખોને જમીનના પટ્ટાના પ્રમાણપત્ર સોંપ્યા હતા. પીએમ મોદીએ આ પ્રસંગે અગાઉની રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અગાઉની સરકારોએ અહીંના લાખો સ્થાનિકો પ્રત્યે દુલ્ક્ર્ષ્ય સેવ્યું હતું અને તેમને જમીનના અધિકારોથી વંચિત રાખ્યા હતા.
ભાજપના નેતૃત્વમાં આસામની સરકાર સ્થાનિકોને તેમના હક અને જમીન અધિકાર આપવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને કરેલા ઉદ્ઘાટન કાર્યક્રમ અંતર્ગત એક લાખ લોકોને જમીન પટ્ટાના પ્રમાણપત્રો અપાશે. આસામમાં જ્યારે સરબનંદા સોનોવાલ સરકારે શાસનની ધૂરા સંભાળી ત્યારે છ લાખથી વધુ સ્થાનિક પરિવારો પાસે તેમની જમીન માટેનો કોઈ જ કાયદાકીય અધિકાર નહતો. છેલ્લા થોડા વર્ષોમાં બે લાખ પરિવારોને જમીન પટ્ટો આપવાની કામગીરી કરવામાં આવી છે. વધુ એક લાખ પરિવારોનો ઉમેરો થતા રાજ્ય સરકારે સ્થાનિકોને પોતાના હકો આપવાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
પીએમએ અગાઉની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે ક્યારેય અહીંના સ્થાનિકો, જેઓ જમીનને પ્રેમ કરે છે તેમની, દરકાર લીધી નહતી. જમીન પટ્ટા અહીંના લોકો માટે સ્વાભિમાન, સ્વાધિનતા અને સુરક્ષાની ગેરંટી છે.
આસામ હવે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. કોરોનાને હેન્ડલ કરવા માટે અહીંના લોકો અને સરકારને અભિનંદન પાઠવું છું. આશા છે કે વેક્સિનેશનને પણ અહીં સારી રીતે આગળ વધારવામાં આવશે. જેનો વારો આવશે તે રસી મુકાવશે. રસીના બંને ડોઝ મુકાવવા ખૂબ જરૂરી છે. આપણે રસી પણ મુકાવવાની છે અને સાવધાની પણ રાખવાની છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં સવાબે લાખથી વધુ મૂળ નિવાસી પરિવારોને જમીનીના પટ્ટા આપવામાં આવ્યા છે. હવે તેમાં બીજા એક લાખ પરિવારો જાેડાશે. જમીનનો પટ્ટો મળવાથી મૂળ નિવાસી પરિવારોની માગ પૂરી થવાની સાથે લાખો લોકોનું જીવન સારું બંને એ માટેનો રસ્તો પણ બન્યો છે. હવે તેમને પણ કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન બીમા યોજના અને અન્ય યોજનાઓનો પણ લાભ મળી શકશે. આ લોકો કારોબાર માટે લોન લઈ શકશે.
આ ઉપક્રમે વડાપ્રધાને વિશ્વ પ્રસિદ્ધ કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને અતિક્રમણ કરનારા તત્વોથી મુક્ત કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. આજના દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી હોવાથી આ વડાપ્રધાને કહ્યું કે આ અવસરને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે અને આ દિવસ આશા તેમજ રાષ્ટ્રીય ગૌરવનો છે.
Recent Comments