ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૪ માર્ચ થી ૨૦ માર્ચ સુધી.

મેષ :- ભાગ્ય ભુવનમાં ચંદ્ર શિક્ષણ માટે કે અન્ય ધાર્મિક ક્રિયાઓ માટે ખર્ચ કરાવનાર બને મુસાફરી થાય. સૂર્યનું વ્યય ભુવનમાં આગમન વડીલો માટે સમય આપવો પડે શુક્રનું બારમે આગમન તમારા અંગત માટે ખર્ચ થઇ શકે.
બહેનો :- મુસાફરી પ્રવાસમાં આરોગ્યની તકેદારી રાખવી.
વિદ્યાર્થી :- બિન જરૂરી નાણાનો વ્યય અટકાવવો જરૂરી બને.

વૃષભ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારનાં લાભ આપે, વડીલો પાર્જીત મિલકત કે રોકેલા નાણાનું પૂરું વળતર મળે, સૂર્ય પણ લાભ સ્થાને ખુબ જ સારા લાભ આપે. શુક્ર લાભ સ્થાને સ્ત્રી વર્ગ, મિત્ર વર્તુળથી સાથ મળે.
બહેનો :- તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ મળે.
વિદ્યાર્થી :- ઉચ્ચ શિક્ષણની આશાઓ પૂર્ણ થતી જણાય.

મિથુન :- દશમાં સ્થાને ચંદ્રનં ભ્રમણ ઉદ્યોગ, ધંધા વ્યવસાય ક્ષેત્રે સુંદર નિર્ણયો લઇ શકો. તમારી દરેક યોજનાઓ પૂર્ણ થાય. સૂર્ય દશામાં સ્થાને રાજકીય, સરકારી ક્ષેત્રથી લાભ મળે, શુક્ર દશમે તમામ પ્રકારના સુખ આપનાર બને.
બહેનો :- ગુરુજનોથી ઉત્તમ માર્ગદર્શન નવી દિશા આપે.
વિદ્યાર્થી :- અભ્યાસમાં ઉત્તમ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ થાય.

કર્ક :- ભાગ્ય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય કરાવનાર ધર્મ, ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા ઉત્પન્ન કરનાર બને છે. સૂર્યનું લાભ સ્થાને આગમન પરદેશથી સારા પરિચયો આપે. શુક્ર ભાગ્ય ભૂવને તમારા દૈવી કાર્યને સારો વેગ મળે.
બહેનો :- અધૂરા રહેલા ધાર્મિક કાર્યક્રમો પુરા થાય.
વિદ્યાર્થી :- પરદેશ અભ્યાસ કરવા જવાની ઈચ્છાને વેગ મળે.

સિંહ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ અને સૂર્યનું આગમન તમારી નિર્ણય શક્તિને બાધા પહોચાડે, પૈત્રુક સંપતિનાં પ્રશ્નોનું નિવારણ થાય. શુક્રનું આઠમે આગમન, પત્નીથી સારો લાભ મળે.
બહેનો :- તમારા વાણી અને વર્તન ઉપર માન સન્માન મેળવી શકો.
વિદ્યાર્થી :- તમારી અંદર પડેલી વકૃત્વ શક્તિને જાગૃત કરી શકો.

કન્યા :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉત્તમ પ્રકારનું દામ્પત્ય સુખ આપે. પરિવારમાં આનંદ રહે. સૂર્ય પણ સાતમાં સ્થાને આવતાં ભાગીદારીમાં સારું રહે. શુક્ર સાતમાં સ્થાને તમારા સ્વભાવમાં આનંદ વધારે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ વાતચીત આગળ વધે.
વિદ્યાર્થી :- નવા નવા સુંદર વિચારોનો અમલ કરી શકો.

તુલા :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ આરોગ્યની ફરિયાદ થોડી રહે પરંતુ તમારી નિયમિતતા હશે તો સારો લાભ થશે. સૂર્ય છઠે છુપા શત્રુઓ ઉપર વિજય અપાવે. શુક્ર છઠા સ્થાને પથરી, મૂત્રાશયનાં રોગોમાં સંભાળવું પડે.
બહેનો :- જુના રોગો ફરી ઉભા ન થાય એનું ધ્યાન રાખવું.
વિદ્યાર્થી :- દરેક બાબતમાં સાવધાની પૂર્વકનં વર્તન રાખવું.

વૃશ્ચિક :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ શિક્ષણક્ષેત્ર, મિત્રવર્તુળ, સ્ત્રી મિત્રોકે સંતાન દ્વારા તમને લાભની તક આવે. સૂર્ય પાંચમે નાણાકીય સંકટ દુર થાય. શુક્ર પાંચમેં નવા સ્ત્રી મિત્રોનો પરિચય આપનાર બને.
બહેનો :- સંતાનોનાં શિક્ષણમાં તમારું મહત્વ વધે.
વિદ્યાર્થી :- ખુબ જ સારી પ્રગતીનાં ચાન્સ વધે.

ધન :- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ ગુરુની રાશિમાં રહેતા માતૃપક્ષ અને અન્ય વડીલ વ્યક્તિથી સારું રહેશે. સૂર્ય સ્થાવર મિલકતનું સુખ અપાવે. શુક્ર અનેક પ્રકારના ભૌતિક સુખ વધારનાર બને.
બહેનો :- પિયર પક્ષે સુંદર પ્રસંગોને માણવાનો અવસર મળે.
વિદ્યાર્થી :- મોસાળ પક્ષે જવાનું થાય, આનંદ વધે.

મકર :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ આંતરિક મજબૂતી અને સાહસ વૃદ્ધિ કરાવનાર, ભાઈ ભાંડુથી યોગ્ય સહકાર મળે. સૂર્ય ત્રીજા સ્થાને ખુબ જ સારી પ્રગતી આપે. શુક્ર ત્રીજે દૈવી શક્તિની ઉપાસના કરવામાં સારું રહે.
બહેનો :- તીર્થયાત્રા, દેવ દર્શનનો લાભ મળે.
વિદ્યાર્થી :- ભાઈ ભાંડુનો સાથ સહકાર પણ ઉપયોગી બને.

કુંભ :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં ખુબ જ આનંદ દાયક ક્ષણ આપે. ધંધાકીય આવક વધારનાર બને. સૂર્યનું બીજા સ્થાને આગમન. વડીલ વર્ગની યોગ્ય મર્યાદા જાળવવી. સૂર્ય બીજે સુખ સંપતિ અને આનંદ આપનાર બને.
બહેનો :- પરિવારમાં તમારી યશ કીર્તિમાં વધારો થાય.
વિદ્યાર્થી :- નાનાં મોટા પ્રવાસ પર્યટનનો લાભ મળે.

મીન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ ખુબ જ સુંદર અને શ્રેષ્ઠ વિચારો આપનાર તમારા વર્તનનાં પ્રભાવથી સામે વાળાને જીતવાની શક્તિ માટે સૂર્ય આત્મબળમાં વધારો કરે. શુક્ર નવા નવા વ્યક્તિઓનો પરિચય અને સાથ મળે.
બહેનો :- નિર્ણય શક્તિ મજબુત બનતા યોગ્ય નિર્ણય લેવાય.
વિદ્યાર્થી :- અભ્યાસમાં યાદ શક્તિ સ્મરણ શક્તિ વધે.

વાસ્તુ :- સંતાન ઈચ્છિત વ્યક્તિએ પયોવ્રતનું વ્રત વિષ્ણુપૂજા અને હોમ કરવાથી સુંદર સંતાન આપે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts