fbpx
રાષ્ટ્રીય

કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની ભારતમાં એન્ટ્રી, કર્નાટકમાં નોંધ્યા ૨ નવા કેસ ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ ૨૦ વ્યક્તિને ચેપ લગાવી શકે છે

ભારત સરકારની અગણિત સાવધાનીઓ અને તકેદારીઓ રાખવા છતાં પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત મળી આવ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. આ બંને કિસ્સા કર્ણાટક રાજ્યના છે.
આરોગ્ય મંત્રાલયે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ૫ ગણો વધુ ખતરનાક છે અને બાકીના વેરીએન્ટ કરતા વધુ ઝડપથી સંક્રમણ ફેલાઈ શકે છે.
અત્યાર સુધીમાં ૨૯ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને ઉૐર્ંએ તેને વેરિએન્ટ ઓફ કંસર્નની કેટેગરીમાં રાખ્યો છે. આ વેરિએન્ટથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી.
દેશના જાણીતા ડૉક્ટર અને મેદાંતા હોસ્પિટલના સ્થાપક ડૉ નરેશ ત્રેહાને આ વેરિઅન્ટની ગંભીરતા વિશે જણાવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિ ૧૮ થી ૨૦ લોકોને પોઝિટિવ બનાવી શકે છે. બીજી તરફ, દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી છે કે છેલ્લા એક મહિનાથી દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે.
તેમણે કહ્યું કે એક મહિનાથી દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જાેકે ચિંતાનો વિષય એ છે કે ૧૫ જિલ્લામાં હાલ પણ પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. ૧૮ જિલ્લામાં તે ૫થી ૧૦ ટકા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જ હાલ ૧૦ હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના ૫૫ ટકાથી વધુ કેસ અહીં જ નોંધાયા છે.
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, હવે માત્ર બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં ૧૦ હજારથી વધુ સક્રિય કેસ છે, જે દેશના કુલ સંક્રમિત કેસના ૫૫ ટકા છે. લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં લગભગ ૪૯ ટકા વસ્તીને કોરોના રસીના બન્ને ડોઝ મળી જવાને કારે કોરોના ચેપની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. કેન્દ્ર સરકારે ૧૫ ડિસેમ્બરથી શરૂ થતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સનો ર્નિણય મોકૂફ રાખ્યો હતો.
કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનના સંક્રમણને દેસમાં ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને બધા રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત કેટલાય રાજ્યોએ વિદેશથી આવતા ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

Follow Me:

Related Posts