કોવિડ પ્રોટોકોલ સાથે બાળકોનું ક્લાસરૂમમાં શિક્ષણ આપવાનું આયોજન

કોવિડ પ્રોટોકોલ મુજબ બાળકોને સામાજિક અંતર સાથે ક્લાસરૂમમાં શિક્ષણ આપવાનું આયોજન કરવું પડશે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૧ના સરવે મુજબ, સ્કૂલો ફરી શરૂ ખૂલતાં પરિવારના સભ્યો તરફથી બાળકોને મળતી મદદ ઘટી છે. દેશમાં સરકારી સ્કૂલો બંધ હતી ત્યારે ૬૫.૮ ટકા બાળકોને ઘરના સભ્યોથી મદદ મળતી હતી જેની સામે સ્કૂલો ખુલતાં તે ટકાવારી ૬૪.૩ ટકા થઈ ગઈ. ખાનગી સ્કૂલો બંધ હતી ત્યારે બાળકોને પરિવારથી ૭૫.૬ ટકા મદદ મળતી હતી, જ્યારે સ્કૂલો શરૂ થતાં તે ૭૦.૪ ટકા થઈ ગઈ. ઓનલાઇન શિક્ષણના કારણે રાજ્યમાં ટ્યૂશન લેવાની ટકાવારીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ૨૦૧૮માં તેની ટકાવારી ૧૬.૯ ટકા હતી જે કોરોનાકાળના બે વર્ષ ૨૦૨૦માં ૨૩.૦ ટકા અને ૨૦૨૧માં ૩૫.૭ ટકા થઈ ગઈ. બીજી તરફ, ઓગસ્ટમાં લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ માટે ૫૯૧૫૯૦ બાળકો પાસે કોઇ ડિજિટલ ડિવાઇસ નહોતા. રાજ્યમાં સરકારી સ્કૂલમાં બાળકોને ૭૩.૮% મદદ મળી. ખાનગી સ્કૂલમાં ૭૫% તથા સરકારી અને ખાનગીમાં ૭૪% બાળકોને મા-બાપ તરફથી અભ્યાસમાં મદદ મળી.દેશમાં કોરોનાના કારણે લૉકડાઉન લાગુ થયા પહેલા જ ઘરમાં કેદ પુરાયેલા અને ઓનલાઇન શિક્ષણ મેળવી રહેલા ધોરણ ૧થી ૫ ધોરણના વિદ્યાર્થીઓને ફરી સ્કૂલે જવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે. ેંડ્ઢૈંજીઈ ૨૦૧૯-૨૦ રિપોર્ટ મુજબ રાજ્યમાં પ્રાઇમરી સેક્શનમાં વિદ્યાર્થી-શિક્ષક રેશિયો (પીટીઆર) ૨૯.૮નો છે. જે અપર પ્રાઇમરીમાં ૨૩.૩, સેકન્ડરીમાં ૩૨.૬ અને હાયર સેકન્ડરીમાં ૨૭.૯ છે.
Recent Comments