રાષ્ટ્રીય

ખેડૂતોના સમર્થનમાં આપના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં આપના ધારાસભ્યએ કૃષિ કાયદાની નકલ ફાડી

દિલ્હીની સરહદ પર ખેડૂતો કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કાયદાનો વિરોધ કરતા દિલ્હી વિધાનસભામાં પણ વિશેષ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે ગુરુવારે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. આપના વધુ એક ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યું કે આજે ખ્યાલ આવશે કે દિલ્હી પૃથ્વીરાજ ચૌહાણ સાથે છએ કે જયચંદો સાથે છે. ઉત્તર દિલ્હી કોર્પોરેશનમાં કથિત કૌભાંડને પગલે આજે દિલ્હી વિધાનસભા એક દિવસનું વિશેષ સત્ર બોલાવાયું છે.
દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે જણાવ્યું કે કૃષિ બિલને રદ કરીને ફાડીને ફેંકી દેવા જાેઈએ. ગૃહમાં તેમણે કૃષિ કાયદાની નકલને ફાડી હતી.
વિધાનસભા સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના બુરાડીના એમએલએ સંજીવ ઝાએ જણાવ્યું કે આ કાયદો ખતરનાક છે. આના થકી ખેડૂતો પાસેથી ખેતી આંચકવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર આ કાયદો થોપવામાં આવી રહ્યો છે. સરકાર માટે એવી તે કઈ મજબૂરી હતી કે કોરોનાના સમયમાં વટહુકમ લાવીને બિલ પસાર કરાવ્યા. સરકારને જરૂર પડશે તો તે બંધારણને પણ સાઈડલાઈન કરીને તમારા કાયદાકીય અધિકારો છીનવી લેશે.
સંજીવ ઝાએ જણાવ્યું છ તબક્કાની વાતચીતમાં ખેડૂતોને આ કાયદાના ફાયદા અંગે જણાવવામાં આવ્યું. ખેડૂતો બધુ જાણે છે કે તેમનો ફાયદો શેમાં છે. આજે જાેવાનું એ છે કે આપણે બધા, આ ગૃહ, દિલ્હીના લોકો તેમજ આપણો દેશ પૃથ્વીરાજ ચૌહાણ સાથે છે કે જયચંદ સાથે છે.
વિધાનસભાના વિશેષ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કૃષિ કાયદાનો વિરોધ કરતા નજરે પડ્યા હતા. ગૃહમાં ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. આપના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે જય જવાન જય કિસાનના સત્રો પોકાર્યા હતા અને ખેડૂતોનું સમર્થન કર્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યા છે અને સતત કેન્દ્ર સરકાર સામે કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે.

Related Posts