જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના રામપરથી ખટિયા તરફ જતા રસ્તા પર બાઈક આડે શ્વાન આવતા અકસ્માત, બાઈક ચાલક નું સારવાર દરમ્યાન મોત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના રામપરથી ખટિયા તરફ જવાના રસ્તા પર બાઈક સવાર ને નડયો અકસ્માત, વચ્ચે કુતરું આવી જતા બાઈક સ્લીપ થઇ ગયું, જેના પગલે બાઈકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનના મૃત્યુના પગલે માલધારી પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું
આ બનાવ જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પર રામ૫ર ગામથી ખટીયા ગામ જવાના રસ્તા ૫ર આવેલા બ્લોચ ફાર્મની આગળ બપોરના ત્રણેક વાગ્યે ની આસ પાસ પસાર થતી એક બાઈક ની આડે એકાએક કુતરું ઉતરતાં બાઈક ચાલકે તરતજ બ્રેક મારી હતી. જેના કારણે બાઈક સ્લીપ થઇ જતાં ચાલક પડી જતા તેમને કપાળ, બંન્ને હાથ, ૫ગ તેમજ પીઠ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
Recent Comments