અમરેલી

જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા તેમજ જીલ્લા ભાજપ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું

છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારાની કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે અથાગ પ્રયત્નશીલ અને કુશળ સંગઠક પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી સી. આર. પાટીલના જન્મદિવસ નિમિતે જિલ્લા ભાજપ અમરેલી દ્વારા અમરેલી સિવિલ હોસ્પિલ ખાતે ફ્રુટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે જન સેવા જેનો સંકલ્પમંત્ર છે અને છેવાડાના માનવી સુધી સરકારશ્રી દ્વારા મળતી તમામ સુવિધાઓ પહોંચતી થાય તે માટે સતત કાર્યશીલ અને કર્મઠ પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિતે જિલ્લા ભાજપ અમરેલી દ્વારા દરેક દર્દીઓને ફ્રુટ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, કોષાધ્યક્ષ શ્રી દિપકભાઈ વઘાસિયા, ખોડલધામ ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલીયા, પટેલ સંકુલના પ્રમુખ શ્રી મનુભાઈ કાકડીયા, ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ તળાવીયા સહિત આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

Follow Me:

Related Posts