તૌક્તે” વાવોઝોડા માં નુકશાની પામેલ અસરગ્રસ્ત લોકોને ૯૦ દિવસ થવા છતાં રી-સર્વે કે સહાય નહી ચુકવાતા ગાંધીનગર ખાતે કોંગ્રેસી ધારાસભ્યોઓની ધડપકડ સામે વિરોધ પ્રદર્શન
આજરોજ ભાજપ સરકાર ના રાજમાં “તૌક્તે” વાવાઝોડા દરમ્યાન અસર ગ્રસ્ત લોકો ના રિસર્વે માટે કોંગ્રેસ ધારાસભ્યો શ્રીઓ દ્વારા સરકાર શ્રીને રજૂઆત કરતા અને ન્યાય મેળવા ગાંધીનગર ખાતે ધરણા કરતા સરકારના ઈશારે તમામ કોંગ્રેસ ધારાસભ્યોની અટકાયત કરી અને ધડપકડ કરવામાં આવી તે બદલ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ
જેમાં કુદરતી આફતો સામે જુજમી રહેતો માનવી આજે હતાશામાં સપડાઈ રહેલ છે. તેમ છતાં સરકાર શ્રી ના પેટનું પાણી હલતું નથી. આ ભાજપ માં રાજમાં સામાન્ય માણસ ને હક્ક જોઈતો હોય તો ધરણા, આંદોલન, વિરોધ પ્રદર્શન કરવા મજબુર થવું પડે છે.૯૦ દિવસ થવા છતાં અસરગ્રસ્ત લોકોને તેમની સહાય કે રી-સર્વે કરવામાં આવેલ નથી અને સરકાર પોતાની વાહવાહ માટે લાખો રૂપિયા નો ખર્ચ કરી રહી છે. અને મોટી મોટી જાહેરાતો કરી રહી છે, પણ જયા કોંગ્રેસ ના ધારાસભ્યો છે ત્યાં જાણી બુજીને સહાય ચુકવવામાં ઠાગાઠયા કરી રાહી છે ત્યારે સરકાર શ્રીને ધ્યાને લાવવા માટે કોંગ્રેસી ધારાસભ્યોની હાજરી સાથે ગાંધીનગર ખાતે પરેશભાઈ ધાનાણી, વિરોધપક્ષ નાં નેતા તેમજ અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ ની આગેવાની હેઠળ ધરણા કરવામાં આવેલ તેમાં સરકાર શ્રીના ઈશારે તમામ કોંગ્રેસી ધારાસભ્યોની આટકાયત કરતા આજરોજ સાવરકુંડલા ખાતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના કાર્યાલય પર મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ જેમાં મુરબ્બી બાબુદાદા, ,હરીબાપા સગર, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ ડાવરા ,હાર્દિકભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, ભરતભાઈ ગીડા, પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત અમરેલી, અશ્વિનભાઈ ધામેલીયા પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત, સાવરકુંડલા ભૌતીક્ભાઈ સુહાગીયા પ્રમુખ યુથ કોંગ્રેસ સાવરકુંડલા-લીલીયા, દાનુબાપુ ખુમાણ, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી કિરીટભાઈ દવે. મહેશભાઈ જયાણી, હસુભાઈ સૂચક.નાસીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, રાજેભાઈ ચૌહાણ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ સમિતિના હોદેદારો પંકજભાઈ ઉનાવા ઉપ પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ ,કાળુભાઈ વશરામભાઈ કાતરીયા ઉપ પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ ,દિપકભાઇ સભાયા ઉપ પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ ,જયદીપભાઈ ખુમાણ, ઉપ પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રવીણભાઈ ઠાકરશીભાઈ રાદડિયા ઉપ પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ નરેશભાઈ વશરામભાઇ દેવાણી,મહામંત્રી તાલુકા કોંગ્રસ સમિતિ અશ્વિનભાઈ રવજીભાઈ ધામેલીયા, તાલુકા કોંગ્રસ સમિતિ ચંપુભાઈ ધાધલ તાલુકા કોંગ્રસ સમિતિ,મુનાભાઈ ડાભી, તાલુકા કોંગ્રસ સમિતિ કાન્તીભાઈ માવજીભાઈ કાક્લોતર તાલુકા કોંગ્રસ સમિતિ ગોવિંદભાઈ વશરામભાઈ વેકરીયા, શંભુગીરી ગુરુશ્રી માનગીરી, જયસુખભાઈ ઠુમ્મર ,વિનુભાઈ દુબાણીયા ,શૈલેશભાઈ બરવાળીયા, નરશીભાઈ હાદાભાઇ કાછડ, બોઘરા રમેશભાઈ ગોરધનભાઈ રાદડિયા જસુભાઈ અમુભાઈ ખુમાણ, દાનાભાઈ મહીડા વાસુરભાઈ રામભાઈ ભમ્મરકનુભાઈ ચોથાભાઇ ગોલેતર ઘનશ્યામભાઈ દુધાત વિનુભાઈ ગુંદરણીયા બાબુભાઈ પીપળીયા વગેર હાજર રહ્યા હતા
Recent Comments