જમવાની સાથે અથાણું ખાવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયામાં હોય છે. અને આ પરંપરા પણ આજકાલની નહીં વર્ષો જુની છે. પહેલાના સમયમાં ગોળ કેરીનું અથાણું અને ખાટી કેરીનું અથાણું બનાવવામાં આવતું હતું અને તેની યોગ્ય રીતે જાળવણી પણ કરવામાં આવતી હતી.
પણ આજકાલ માર્કેટમાં એટલા પ્રકારના અથાણા મળી રહ્યાં છે કે વાત જ ના પુછો.. ભારતમાં વિવિધ પ્રકારના ફળ અને શાકમાં તેલ-મસાલા મિક્સ કરીને અથાણાં બનાવવામાં આવે છે. ઓછા તેલમાં અને પૂરતા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલા અથાણાં હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો અથાણાંમાં પુષ્કળ તેલ અને મસાલાનો ઉપયોગ કરતા હોય છે જે હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.
અથાણું ભોજનના સ્વાદને ચારચાંદ લગાવી દે છે. પણ આ જ અથાણાનું વધુ માત્રઆમાં સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચી શકે છે. આવો જાણીએ વધુ માત્રામાં અથાણાનું સેવન કરવાનું શરીરને શું નુકસાન થાય છે.
કોલસ્ટ્રોલ
કૉલસ્ટ્રોલ વધવાથી હ્રદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ રહે છે. અથાણાનું વધુ સેવન કરવાથી કૉલસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. અથાણું લાંબા સમય સુધી બગડે નહીં તે માટે અથાણામાં ખૂબ જ તેલ નાંખવામાં આવે છે. આ કારણોસર અથાણાનું સેવન કરવાથી કૉલસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે.
એસિડિટી
અથાણામાં વધુ માત્રામાં તેલ હોવાથી એસિડિટીની સમસ્યા થાય છે. ઘણા અથાણામાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. અથાણાનું વધુ માત્રામાં સેવન કરવાથી એસિડિટી થાય છે.
હાઈ બીપી…
કોઈપણ પ્રકારના અથાણામાં મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જે બ્લડપ્રેશરના દર્દીઓ માટે નુકસાનકારક છે. રોજ અથાણુ ખાવામાં આવે તો શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે. અને હાઈ બ્લડપ્રેશર જેવી બિમારીને નોતરે છે.
















Recent Comments