અમરેલી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે “નારી વંદન સપ્તાહ” અંતર્ગત તાલીમાર્થી બહેનો માટે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન માંગરોળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત અનાથ દીકરીઓને શૈક્ષણિક કિટ અને હાઈજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દીકરી વધામણા કિટ તેમજ વાલી દીકરી યોજના હેઠળ મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી શૈલેષ કણજારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રીમતી શોભીનીબેન વોરાએ ઘરેલું હિંસા પ્રતિરક્ષણ અધિનિયમ અંગે વિસ્તૃત કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. RSETIના નિયામક શ્રી અંબુલકર, નારી અદાલતનાં જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રીમતી જશુબેન ભંડારી તથા શ્રીમતી મીનાક્ષીબેને પ્રાસંગિક સંબોધન કરી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
ઉપરાંત મહિલા અને બાળ વિકાસ અધિકારીએ પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે શ્રીમતી જાનાબેન ગલસર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે RSETIના ફેકલ્ટી શ્રી ફિરોઝભાઈ રાઠોડ, પ્રિન્સિપાલ શ્રીમતી હીનાબેન રાઠોડ સહિતના મહાનુભાવો તથા તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments