દર વર્ષની જેમ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે આગામી ફેબ્રુઆરી ૨૦૨૨ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

અમરેલી જિલ્લા ના દામનગર નજીક સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠ મો હિન્દૂ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવા માં આવેલ
સંવત ૨૦૭૮ મહાવદ ૧ ને ગુરુવાર તા ૧૭/૨/૨૦૨૨ ના યોજાનાર છે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાવા ઇચૂક નવ દંપતી ઓ એ તા૧૫/ જાન્યુઆરી સુધી માં ફોર્મ ભરવા ના રહેશે ફોર્મ ભરવા ની શરૂઆત તા.૭/૧૨/૨૧ ડિસેમ્બર થી થશે કન્યા ની વય ૧૮ તથા વર ની ઉંમર ૨૧ વર્ષ પુરા થયા હોવા જોઈએ ફોર્મ સાથે કન્યા અને મુરતિયા ના બે બે પાસપોર્ટ સાઈઝ ફોટા આધાર કાર્ડ જન્મ તારીખ નો અસલ તથા ઝેરોક્ષ નકલ દાખલા સાથે અને શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર સાથે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર કાર્યાલય નો સંપર્ક કરવો ફોન નં ૦૨૭૯૩/૨૨૨૨૮૧ મો ૯૪૨૭૪૨૬૭૭૩ અને ૯૪૨૯૨૨૧૭૯૦ ઉપર સંપર્ક કરી શકો છો સમૂહ લગ્નોત્સવ માં કરિયાવર નિમિતે અને લગ્ન ખર્ચ નિમિતે દાન આપવાની ઈચ્છા હોય તો ચેક ડ્રાફ્ટ શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના નામ થી મોકલવા વિનંતી છે સંસ્થા ને આપવામાં આવતું દાન ઇન્કમટેક્સ કલમ ૮૦.G (૫) નીચે કરમુક્ત છે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ની અખબારી યાદી માં જણાવેલ છે
Recent Comments