દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ માં આપ પણ મેદાન માં આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ સહિત ના હોદેદારો ની અધ્યક્ષતા માં પટેલ વાડી ખાતે મીટીંગ મળી
દામનગર નગરપાલિકા ના સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ મળી ૬ વોર્ડ ની ૨૪ બેઠકો ધરાવતી દામનગર નગરપાલિકા માં આગામી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ કોંગ્રેસ અને એન સી પી પછી આપ પણ મેદાન માં આવતા ચૂંટણી માં ઉમેદવારી કરવા ઉત્સુક યુવાનો દાવેદારી રજૂ કરતા જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટી ની મીટીંગ માં અસંખ્ય યુવા કાર્યકરો ની હાજરી જોવા મળી સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનો માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી ના હોદેદારો ની અધ્યક્ષતા માં મળેલી આ બેઠક માં શહેર ના વિવિધ વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં યુવાનો ની હાજરી જોવા મળી હતી સ્થાનિક શહેર પ્રમુખ પ્રવીણભાઈ નારોલા એ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માટે આપ ની ટિમ બનાવી મેદાન માં ઉતારતા આપ માં જોડતા અનેકો યુવાનો પાલિકા ની ચૂંટણી માં ઉમેદવારી કરવા ઉત્સુક
Recent Comments